Western Times News

Gujarati News

એક છોકરો જેનું નામ પ્રેમ, પણ તેના જીવનમાં ક્યાંય :પ્રેમ”નું નામો – નિશાન નહિ

પ્રતિકાત્મક

હવે તો તું જ મારો સાથી છે!

એક છોકરો જેનું નામ પ્રેમ, પણ તેના જીવનમાં ક્યાય પ્રેમનું નામો – નિશાન નહિ ! જેણે પ્રેમની વ્યાખ્યા સિકકે ખબર નહીં. તે ફક્ત ભણવામાં જ વ્યસ્ત રહેતો હતો. તે શાળામાં જ નહિ પરંતુ આખા રાજ્યમાં પ્રથમ આવતો હતો. સ્કૂલનું ભણવાનું પૂરું થયા પછી તેણે કોલેજમાં એડમિશન લીધું હતું. હવે કોલેજ મતલબ જ્યાં ભણતરની સાથે મોજ – મસ્તી પણ થતી હોય તેવી જગ્યા !

પ્રેમ માટે તો કોલેજ વિદ્યાનું મંદિર જ હતું. તે નિયમિત, સમયસર કોલેજ જતો, નિયમિત લેક્ચર પણ અટેન્ડ કરતો, ક્યારેય કોઈ લેક્ચર બંક નહીં કરતો. તેના ગ્રુપમાં ઘણા મેલ અને ફિમેલ મિત્રો હતા. મિત્રો હંમેશા તેણે કહેતા કે, ચાલ આજે લેક્ચર બંક કરીને, આપણે મૂવી જોવા જઈએ. પણ તે ક્યારેય તેમની વાત નહિ માણતો અને હંમેશા ભણવામાં જ વ્યસ્ત રહેતો. જાણે પુસ્તકો જ તેનું જીવન હોય. આવા પુસ્તક પ્રેમી પ્રેમ એ ક્યારેય વિચાર્યું પણ નહિ હશે કે તેના ગ્રુપની એક છોકરી નેહા તેને મનોમન ચાહે છે.

બે વર્ષ વીતી ગયા પણ નેહા કદી હિમ્મત નહીં કરી શકી કે તે પ્રેમ આગળ પોતાના દિલની વાત રજુ કરે. પ્રેમ સિવાય, ગ્રુપના દરેક મિત્રો જાણતા હતા કે નેહા પ્રેમને ચાહે છે. નેહાએ બધા મિત્રોને આ વિશે પ્રેમને કઈ પણ કહેવાની નાં કહી હતી. પ્રેમ તેના મનની વાત સમજશે તેવી આશામાં તે જીવી રહી હતી.

ફેબ્રુઆરી મહિનો શરુ થઇ ગયો હતો. એટલે કોલેજમાં રોજ રોઝ ડે, ચોકલેટ ડે એમ બધા ડે સેલિબ્રેશન શરુ થઇ ગયા હતા. આ વખતે નેહાએ નિર્ણય કર્યો હતો કે, વેલેન્ટાઈન ડે પર તે પોતાના દિલની વાત પ્રેમ સમક્ષ રજૂ કરશે.

આખરે વેલેન્ટાઈન ડે આવી જ ગયો. નેહા મસ્ત ઓફ શોલ્ડર રેડ મીડી પહેરીને, ખુલ્લા વાળમાં કોલેજ આવી હતી. કોઇલેજનો દરેક યુવાન નેહાને તાકી તાકીને જોઈ રહ્યો હતો. નેહા રૂપસુંદરી જેવી લાગી રહી હતી. આજે તો પ્રેમ પણ નેહાની સામેથી પોતાની નજર ખસેડી નહીં શકતો હતો. નેહા કોલેજના ગ્રાઉન્ડમાં બધાની વચ્ચોવચ ઉભેલા પ્રેમની નજીક ગઈ અને તેને પ્રપોઝ કર્યું. નેહના મોઢેથી નીકળેલા ત્રણ જાદુઈ શબ્દો પ્રેમના કાને પડતા તે થોડીવાર માટે તો દંગ રહી ગયો હતો.

નેહાની સાથે, ગ્રાઉન્ડમાં ઉભેલા દરેક પ્રેમના મોઢેથી ત્રણ જાદુઈ શબ્દો નીકળે તેની રાહ જોઈ રહ્યા હતા. “છોકરી સામેથી પ્રપોઝ કરે છે, ભાઈ ! હા કહી દે. તારી જગ્યાએ હું હોય તો ક્યારનું હા કહી દીધું હોત.” એવું બધા પ્રેમને કહી રહ્યા હતા. થોડીવારમાં પ્રેમ એક જ શ્વાસમાં ત્રણ જાદુઈ શબ્દો બોલી ગયો. અને નેહાને આજીવન સાથ આપવાનું વચન પણ આપ્યું. બસ ત્યારથી તેમના પ્રેમનું પ્રકરણ શરુ થયુ હતું.

બન્ને એકબીજા સાથે વધુને વધુ સમય વિતાવવા લાગ્યા હતા. થોડા દિવસોમાં છેલ્લા વર્ષની યુનિવર્સીટીની પરીક્ષાઓ શરુ થઇ એટલે તે બન્ને પરીક્ષાની તૈયારીમાં જોડાયા. પરીક્ષા પૂર્ણ થયા બાદ બન્નેએ પોતાના સંબંધ વિશે ઘરમાં કહેવાનો વિચાર કર્યો. તેમણે પોતાના ઘરે બધી વાત કરી તેમના પરિવારવાળાઓ રાજીખુશીથી માની ગયા હતા.

પ્રેમ અને નેહા એ મળીને બન્ને પરિવારને એકબીજા સાથે મળાવવાનો દિવસ નક્કી કર્યો હતો. અને તેમને બધાને એક સારા રેસ્ટોરેન્ટમાં ડિનર પર મળાવવાનો નિર્ણય લીધો હતો.

પ્રેમ અને નેહા દ્વારા નક્કી કરેલા દિવસે બન્ને પરિવારો રેસ્ટોરેન્ટમાં ડિનર માટે ભેગા થયા હતા. બધા એકબીજાને મળીને ખુબ જ આનંદિત થયા હતા. બન્નેના પરિવારવાળાઓએ મળીને તેમના લગ્ન કરાવવાનો નિર્ણય લઈ લીધો હતો.

બે દિવસ પછી બધા ફરી પ્રેમના ઘરે મળ્યા અને ત્યાં પંડિતજીને પણ બોલાવવામાં આવ્યા હતા. પંડિતજીએ એક મહિના પછીનું લગ્નનું મુર્હુત કાઢ્યું હતું. પ્રેમ અને નેહા ખુબ જ ખુશ હતા. જેમ જેમ દિવસો નજીક આવતા હતા તેમ તેમ તેઓની એકબીજા સાથે જિંદગી જીવવાની, એકબીજાનો સાથ નિભાવવાની વ્યાકુળતા વધતી જતી હતી.

પ્રેમ અને નેહા એકબીજા સાથે ખુબ જ ખુશ હતા. તેમના લગ્નને ફક્ત પંદર દિવસનો જ ગાળો બાકી હતો. ત્યાર પછી તેઓ હંમેશ માટે એકબીજાના બની જવાના હતા. પણ શું કુદરતને પ્રેમ અને નેહાનો સાથ મંજુર હતો ? કે તેમને કોઈની નજર લાગી ગઈ હતી ?

પ્રેમ ગાર્ડનમાં નેહાની રાહ જોઈ રહ્યો હતો. નેહા એક્ટિવા લઇને ઘરેથી તેણે મળવા જવા માટે નીકળી હતી. પરંતુ એક કલાક વીતી ગયો છતાં નેહા ગાર્ડનમાં પહોંચી નહિ હતી. નેહા ક્યાં રહી ગઈ એવું વિચારીને પ્રેમ વારંવાર તેને ફોન કરી રહ્યો હતો. પણ નેહા ફોન ઉપાડતી જ નહિ હતી.

નેહા ઘરેથી નીકળી પણ છે કે નહિ તે જાણવા માટે, પ્રેમએ નેહાના ઘરે ફોન કર્યો તો તેણે જાણવા મળ્યું કે, નેહા તેને મળવા માટે ઘરેથી નીકળી હતી પણ ટ્રક સાથે તેની એક્ટિવા અથડાતા તેનું ખુબ જ મોટું અકસ્માત સર્જાયું હતું. તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. ફોન મૂકીને પ્રેમ સીધો હોસ્પિટલ પહોંચ્યો. તો ત્યાં પહોંચતા જ ખબર પડી કે, નેહા હવે આ દુનિયામાં નથી રહી.

નેહાના મૃત્યુથી પ્રેમને ખુબ જ મોટો આઘાત લાગ્યો હતો. જેની પ્રેમિકા લગ્નના પંદર દિવસ આગળ જ મૃત્યુ પામે તેના દિલ પર શું વીતી હશે ? તેનો અંદાજો લગાવવો
ખુબ જ કઠિન છે. પ્રેમ જાણે જીવનથી હારી ગયો હોય તેમ સૂનમૂન બની ગયો હતો. તે કોઈની સાથે ક્યારેય વાતચીત નહિ કરતો કે કોઈને મળતો પણ નહિ હતો.
દિવસો વીતતા ગયા.

નેહાના મૃત્યુને લગભગ વર્ષ વીતી ગયું. પ્રેમ, નેહાની મૃત્યુના આઘાત માંથી બહાર આવવા લાગ્યો. અને ફરી પુસ્તકો સાથે જોડાવવા લાગ્યો. તે લાઇબ્રેરીમાં જવા લાગ્યો અને પુસ્તકોનું વાંચન કરવા લાગ્યો. એમ કરતા કરતા બીજું વર્ષ વીતી ગયું. પ્રેમ, નેહાની યાદમાં પુસ્તકો લખવા લાગ્યો અને પુસ્તકોને જ પોતાનો સાથી બનાવી જીવવા લાગ્યો. આમ, નેહાના મૃત્યુ બાદ પુસ્તકો જ પ્રેમના સાથી બન્યા. પ્રેમએ પુસ્તકો સાથે, પુસ્તકોમાં જ જીવવાનું શરુ કરી દીધું. – અસ્મિતા માવાપુરી

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.