Western Times News

Gujarati News

બિહારની મનોહરતા અને ખૂબીઓ શું છે! વાત કરે છે અનોખે લાલ સકસેના ઉર્ફે સાનંદ વર્મા 

બિહારના સ્થાપના દિવસ પર એન્ડટીવી પર “ભાભીજી ઘર પર હૈ”માં અનોખે લાલ સકસેના  (AnokheLal Saksena in “Bhabhiji Ghar Par Hai” on &TV) તરીકે ભૂમિકા માટે લોકપ્રિય પ્રતિભાશાળી બિહારી અભિનેતા સાનંદ વર્મા તેના વતન બિહારની મનોહરતા અને ખબીઓ વિશે વાત કરે છે.

શોએ નવ વર્ષ પૂરાં કર્યાં છે ત્યારે વર્માનો પ્રતિકાત્મક તકિયાકલામ આઈ લાઈક ઈટ ત્યારે ખરા અર્થમાં સાર્થક લાગે છે જ્યારે તે બિહારના સ્વર્ણિમ ઈતિહાસ, પરંપરા, હેરિટેજ સાઈટ્‌સ, વાનગીઓ, ભાષા, સંગીત, નૃત્ય અને કળા વિશે તેને શું મોહિત કરે છે તે વિશે જાણકારી આપે છે. પાત્ર થકી તે રાજ્યની જીવંત ખૂબીઓને આલેખિત કરે છે, જે દૂરસુદૂરના દર્શકો સાથે સુમેળ સાધે છે.

૧. શું તને મોહિત કરનાર બિહારના ઈતિહાસ વિશે રસપ્રદ વાતો અથવા વાસ્તવિકતાઓ જણાવશે?

બિહાર ઉત્તમ બૌદ્ધિકતા અને આધ્યાત્મિક મહત્ત્વ સાથે સમૃદ્ધ ઈતિહાસ ધરાવે છે. નાલંદા યુનિવર્સિટી મુખ્ય અભ્યાસ કેન્દ્રએ દુનિયાભરના પંડિતોને આકર્ષ્યા છે. બિહાર નામાંકિત ગણિતશાસ્ત્રી અને જ્યોતિષ, જેમના યોગદાને વૈશ્વિક પ્રભાવ પાડ્‌યો છે તેવા આર્યભટ્ટનું જન્મસ્થળ પણ છે. આ હસ્તીઓ રાજ્યના સમૃદ્ધ વારસાનું પ્રતિનિધિ કરે છે, જેણે પ્રાચીન ભારતની બૌદ્ધિક ક્ષિતિજને આકાર આપ્યો છે અને માનવી ઈતિહાસ પર અમીટ છાપ છોડી છે.

૨. બિહાર ઘણી બધી હેરિટેજ સાઈટ્‌સ ધરાવે છે. શું આમાંથી કોઈની મુલાકાત લેવાની તને તક મળી હતી? જો હા હોય તો તારી પર મજબૂત છાપ કોણે છોડી અને કયાં પાસાં અવિસ્મરણીય બની ગયાં છે?

હું બિહારનો વતની છું અને ઘણી બધી હેરિટેજ સાઈટ્‌સની મુલાકાત લેવાનું ભાગ્ય મળ્યું છે, પરંતુ મને જો કોઈ એક સૌથી વધુ મોહિત કરે છે તો તો બોધગયામાં મહાબોધિ મંદિર છે. પવિત્ર સ્થળે ભગવાન બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કર્યું. અહીંનું શાંત વાતાવરણ અને ઘેરો આધ્યાત્મિક પ્રભાવ મારા અંતર પર અમીટ છાપ છોડી ગયો છે, જે મને બિહારના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાનીયાદ અપાવે છે. ઉપરાંત મુંડેશ્વરી મંદિર ભારતમાં ભગવાન શિવ અને શક્તિની ભક્તિનું સૌથી પ્રાચીન મંદિર છે, જે પણ ભગવાન શિવના કટ્ટર ભક્ત તરીકે મારા મનમાં વિશેષ સ્થાનધરાવે છે. આ બંને સાઈટ્‌સ બિહારની સાંસ્કૃતિક સમૃદ્ધિ માટે દાખલારૂપ છે અને તેના કાયમી વારસા માટે આદર પ્રેરિત કરે છે.

૩. તને કઈ બિહારી વાનગી સૌથી વધુ ભાવે છે?
બિહાર તેની સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વાનગીઓ માટે જ્ઞાત છે, જે ઘણી બધી ફ્‌લેવર્સ અને ટેક્સચર્સ ઓફર કરે છે. ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓમાં મારી ફેવરીટ લિટ્ટીચોખા છે, જે ચણાના લોટનાં વડાં છૂંદેલા બટેટા અને ખાટીમીઠી ટમેટાની ચટણી સાથે પીરસવામાં આવે છે. આ વાનગી સ્વાદિષ્ટ અને લહેજતદાર છે, જે મને ઘરની ઉષ્મા અને આરામની યાદ અપાવે છે. બિહારની રસોઈનો વારસો સુવિખ્યાત સત્તુ અથવા પરવળની મીઠાઈની પાર જાય છે. આ સિવાય ઘણી બધી વાનગીઓ છે, જેમ કે, ચણા ઘુઘની, દલ પીઠા, ખજૂરિયા, કઢી બડી અને સત્તુ શરબત, જે અજોડ સ્વાદ અને કુશળતા દર્શાવે છે.

૪. બિહાર વૈવિધ્યપૂર્ણ ભાષાની ક્ષિતિજ ધરાવે છે. શું તમે બિહાર અને તમારી પોતાની બોલી ભાષા વચ્ચે કોઈ ફરક અથવા સામ્યતા જોવા મળ્યાં છે?

બિહારમાં ઊછર્યો હોવાથી મને તેની વૈવિધ્યપૂર્ણ ભાષાકીય ક્ષિતિજ જોવાની તક મળી છે. આ રાજ્ય ઘણી બધી ભાષા ધરાવે છે, જેમ કે, માઘી, ભોજપુરી, મૈથિલી, અંગિકા અને બજ્જિકા, જે મારા વતનની બોલી સાથે અમારાં સાંસ્કૃતિક મૂળમાં સમૃદ્ધ છે. દરેક બોલીભાષા અજોડ ખૂબી અને અભિવ્યક્તિ ધરાવે છે,

જે અમારા આદાનપ્રદાનમાં અંગત સ્પર્શ ઉમેરે છે. તેમનાં સમાન મૂળ છતાં બિહારની બોલીભાષા અજોડ ખૂબી પ્રદાન કરે છે, જે મારી ભાષાકીય ક્ષિતિજને વિસ્તારે છે અને અમારી બહુમુખી ઓળખમાં મારું જોડાણ વધુ ઊંડાણમાં લઈ જાય છે.

૫. તમારા જેવા ઘણા બધા કલાકારો મનોરંજન ઉદ્યોગમાં નામના પામ્યા છે. તું પ્રેરણાસ્રોત કોને માને છે અને શા માટે?
બિહારે ફિલ્મોદ્યોગને ઘણા બધા કલાકારો આપ્યો છે. દરેક વખતે તેમને માન પ્રાપ્ત થાયત્યારે અમારા રાજ્ય માટે સન્માન જેવું મહેસૂસ થાય છે. મને મનોજ બાજપેયી, પંકજ ત્રિપાઠી અને સંજય મિશ્રાના ખંત અને સમર્પિતતાના પ્રવાસ અને ઉદ્યોગમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે તે ખરેખર નોંધપાત્ર લાગે છે. તેમની સિદ્ધિની પાર બિહારી તેઓ બોલીભાષામાં બિહારી બોલીભાષા લાવે છે જે નોંધપાત્ર રીતે હિંદી સિનેમાને સમૃદ્ધ બનાવે છે. દેશમાં કોઈ પણ અન્ય ભાષા બિહારી જેટલું અસલપણું અને સમર્પિતતા સાથે સુમેળ સાધતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.