મુલેર ગામના ખેડૂતો દ્વારા ગંધાર ફૂડ પ્રોડક્ટ કંપનીના વિરોધમાં આવેદનપત્ર આપ્યું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) વાગરા તાલુકાના મુલેર ગામ પાસે આવેલ ગંધાર ફ્રૂટ પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની માંથી મીઠાયુક્ત પાણી અને કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાનું સ્થાનિક લોકોના આક્ષેપ છે.
તેમનું કહેવું એવું છે કે કંપની દ્વારા મીઠાયુક્ત પાણી ગમે ત્યાં નિકાલ કરવામાં આવે છે.જેનાથી આગળ પાછળ કંપનીની આવેલા કેટલાક ખેતરોમાં પાણી ફરી વતું હોય છે
જેના કારણે જમીનની ફળદ્રુપતા ગુમાવી છે જેના કારણે ખેડૂતોના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય છે.જેને લઈ આજરોજ મુલેર ગામના આગેવાનો દ્વારા વાગરા આવી વાગરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે આવી જ રીતે વર્ષ ૨૦૧૯ માં પણ ગંધાર પ્રાઈવેટ લિમિટેડ કંપની વિરોધ જીપીસીબીના અધિકારીઓને પણ અને વાગરા મામલતદારને અને મુલેર ગામ પંચાયતના તલાટી અને ગામના સરપંચને પણ રજૂઆત કરી હતી.
તેમ છતાં ગંધાર પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા જૈસે ઠેની પરિસ્થિતિ યથાવત છે.જેને લઇ આજ રોજ ફરી મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું કે મને અમારી જમીનનું વળતર ૨૦૧૯ થી લઈ ૨૦૨૪ સુધીનું યોગ્ય વર્તન આપવામાં આવે તેવી માંગ કરી હતી.
ઉલ્લેખનીય બાબત છે કે મુલેર વિસ્તારમાં મીઠું ઉત્પાદન કરતી ઘણી બધી નાની મોટી કંપનીઓ આવેલી છે જે લોકો જેમના માલિકોને સરકાર દ્વારા ૫૦ એકર જમીન ફાળવણી કરવામાં આવી હતી પરંતુ કંપનીના માલિકો દ્વારા સો એકર થી વધુ જમીન પચાવી પાડી અને રોફ જમાવે છે આવી કંપનીઓ વિરોધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.