સુરતના વરાછામાં વિદ્યાર્થીની સાથે છેડતીનો કિસ્સો બન્યો
સુરત, સુરતના વરાછામાં વિદ્યાર્થીની છેડતીનો કિસ્સો બન્યો હતો. પરંતુ સ્કૂલના સ્ટાફે સજાગતા દાખવીને રોમિયોને બરાબરનો સબક શીખવ્યો. છાત્રાનો પીછો કરી બદમાશે રસ્તામાં છેડતી કરતા વિદ્યાર્થીની દ્વારા સ્કૂલની શિક્ષિકાને આ બાબતે જાણ કરી હતી. જેથી સ્કૂલના સ્ટાફે બદમાશને પકડી પોલીસને હવાલે કરી દીધો હતો.
વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ૨૬ વર્ષીય યુવક ચિરાગ ધીરૂ ખુંટ (રહે, ગ્રીન પાર્ક સોસા, કાપોદ્રા, મૂળ, મોણપર, ભાવનગર) ની સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપી હીરાની મજૂરી કરે છે અને અપરિણીત છે.
ઉલ્લેખનીય છે કે, જાે દરેક શાળા આ પ્રકારની હિંમત દાખવે તો વિદ્યાર્થીનીઓની પણ સલામતી બની રહેશે. સાથે જ શાળાની આસપાસ ફરતા આવા લુખ્ખા તત્વો આસપાસ ફરકવાની હિંમત પણ નહિ કરે. સાથે જ વિદ્યાર્થીનીઓ સ્કૂલ જવા ડર પણ નહિ અનુભવે. SS3SS