પાકિસ્તાનની ૬૨૯ યુવતીને ચીનના યુવકો સાથે લગ્નના નામે વેચી દેવાઈ
પાક. ની ૬૨૯ યુવતીને ચીનમાં દેહવેપારમાં ધકેલાઈઃ રિપોર્ટ
લાહોર, લાહોરના એક પોલીસ સ્ટેશનની સ્થિતિ કેટલીક અલગરીતે જાવા મળી રહી છે. હવે નવા ચોંકાવનારા અહેવાલથી ચકચાર મચી ગઈ છે. ૬૨૯ પાકિસ્તાની યુવતીઓને ચીનના યુવકો સાથે લગ્નના નામે દેહવ્યાપાર માટે વેચી દેવાના અહેવાલ ખુલ્યા છે. ૬૨૯ યુવતીઓ અને મહિલાઓના નામ સપાટી ઉપર આવ્યા છે જે પાકિસ્તાનના જુદા જુદા વિસ્તારમાં રહે છે. આ તમામ મહિલાઓ અને યુવતીઓની સાથે એક જેવી જ ઘટનાઓ બની છે. ચીનના પુરુષો સાથે લગ્ન કરવામાં આવ્યા હતા અને તેમને ચીન લઇ જવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તેમને દેહવ્યાપારના અંધારા હેઠળ ઝીંકી દેવામાં આવી હતી.
સમાચાર સંસ્થા દ્વારા આ તમામ પીડિત મહિલાઓના દસ્તાવેજ જારી કર્યા છે. પાકિસ્તાની તપાસ સંસ્થાઓ માનવ તસ્કરીના આ નેટવર્કમાં તપાસ કરી રહી છે. આનાભાગરુપે દેશની સૌથી મજબૂર અને નબળા વર્ગની મહિલાઓને ચીનમાં દેહવ્યાપારમાં ધકેલી દેવામાં આવી રહી છે. તેમનું જીવન આ અપરાધ નેટવર્કમાં ફસાઈ ગયા બાદ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ૨૦૧૮ બાદથી હજુ સુધી માનવ તસ્કરીનો શિકાર બનેલી આ મહિલાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
બીજી બાજુ ચીની નાગરિકો પણ આ સંદર્ભમાં પકડાઈ ગયા છે. ચીનના નાગરિક માનવ તસ્કરી મામલે ઝડપાયા બાદ તેમની સામે પણ તપાસ ચાલી રહી છે. ઓક્ટોબર મહિનામાં જ ફૈઝલાબાદ કોર્ટે ૩૧ ચીની નાગરિકોને અપરાધથી દોષમુક્ત જાહેર કર્યા હતા. ૬૨૯ પાકિસ્તાની યુવતીઓને ચીનના યુવકો સાથે લગ્નના નામે દેહવ્યાપારમાં ધકેલી દેવાતા ખભળાટ મચી ગયો છે.