Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે અચાનક ભેખડ પડીઃ 4 જવાનોના મોત

શ્રીનગર,  ઉત્તર કાશ્મીરના કેટલાક વિસ્તારમાં વહેલી પરોઢે ભારે હિમવર્ષા વચ્ચે ભેખડ ધસી પડતા ચાર જવાનોના મોત થયા છે. કુંપવારા જિલ્લાના તંગધાર સેક્ટરમાં એક સૈન્ય કેમ્પમાં આ ઘટના બની હતી. કેટલાક જવાનો લાપત્તા પણ દર્શાવવામાં આવી રહ્યા છે. સેનાના સુત્રોએ કહ્યું છે કે, આ ઘટનામાં ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયા છે જ્યારે બાંદીપોરામાં ગુરેજ સેક્ટરમાં આર્મી પેટ્રોલ ટુકડી બરફના તોફાનમાં ફસાઈ ગયા બાદ એક જવાનનું મોત થયું છે. ૧૯૮૪થી હજુ સુધી ભેખડ ધસી પડવાની ઘટનાઓમાં ૩૫ ઓફિસર્સ સહિત ૧૦૦૦ જવાનો સિયાચિનમાં શહીદ થઇ ચુક્યા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.