પર્યાવરણની જનજાગૃતિનો મેસેજ આપવા UPનો યુવાન સાઈકલ યાત્રા પર નિકળ્યો
આ યુવાન અહીં દિવથી ઉના, રાજુલા, મહુવા, ભાવનગર રવાના થશે. આ યાત્રાનું સમાપન ૨૦૨૪માં ભોપાલ મધ્ય પ્રદેશમાં થશે.
ઉત્તર પ્રદેશ રાજ્યના ઇટાવા ગામના અને ભારત દેશ યુવા પરિષદ કાર્યકર્તા પરોબીનસિંહ દ્વારા ગ્રીન ઇન્ડિયા મૂવમેન્ટ ભારત દેશના કિસાન માટે તેમજ પર્યાવરણ માટે તા. ૬ ઓક્ટોબર ૨૦૨૨ થી કન્યાકુમારીથી સાયકલ યાત્રાની શરૂઆત કરેલ છે.
જે ઉના દિવ પહોંચતા તેમનું ભવ્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યુવાન અત્યાર સુધીમાં અનેક સ્થળેથી પસાર થઈ ૪૦૭ દિવસ અને ૨૭,૮૯૦ કિ.મી. પુરા કરીને સોમનાથથી દીવમાં આવ્યા હતા.
અહીં તેનું ઉત્સાહભેર સ્વાગત દિવ તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્મેન્દ્રગીરી ગોસ્વામી વિશ્વ હિન્દુ પરિષદના લીગલ સેલ કન્વીનર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ યુવાન અહીં દિવથી ઉના, રાજુલા, મહુવા, ભાવનગર રવાના થશે. આ યાત્રાનું સમાપન ૨૦૨૪માં ભોપાલ મધ્ય પ્રદેશમાં થશે.