Western Times News

Gujarati News

અમરેલીમાં પ્રાથમિક શાળાનું બાંધકામ સહિતના ૫ કરોડ ૩૫ લાખના કામોનો શુભારંભ

સાવરકુંડલા-લીલીયાના કર્મનિષ્ઠ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ લાભપાંચમના દિવસે પોતાના વિસ્તારમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ હતું. જેમાં નવનિર્મિત પંચાયત ઘર, સીસી રોડ, માઈનોર બ્રિજ, નાળા રીપેરીંગ, પ્રાથમિક શાળાનું બાંધકામ સહિતના ૫ કરોડ ૩૫ લાખના કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમોમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સાથે તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઇ કાછડીયા, જીલ્લા પંચાયતના સદસ્ય પુનાભાઇ ગજેરા, ભાજપ અગ્રણી રાણાભાઇ રાદડીયા, તાલુકા ભાજપા પ્રમુખ જીવનભાઇ વેકરીયા, તાલુકા પંચાયત સદસ્ય પ્રમોદભાઇ રંગાણી, તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના કિશનભાઇ ખુમાણ, વંડા સરપંચ વાલાભાઇ સાટીયા, ભાજપ આગેવાન જીવનભાઇ જાદવ, ભોળાભાઇ ઢોલરીયા, પાટી સરપંચ હિરાભાઇ બગડા સહિતના સ્થાનિક આગેવાનો જોડાયા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.