Western Times News

Gujarati News

ભારતની હાર બાદ ઈમોશનલ થયો સિરાજ

ઈમોશનલ વિડીયો થયા વાયરલ

મોહમ્મદ સિરાજની ઓવરના છેલ્લા બોલ પર ગ્લેન મેક્સવેલ દોડ્યો હતો અને બે રન લઈને ઓસ્ટ્રેલિયાને યાદગાર જીત અપાવી

ભારતની હાર બાદ ખૂબ રડ્યો સિરાજ, વિરાટને ભેટી પડી અનુષ્કા

નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમને ૬ વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર કરી દીધું છે. ટાઈટલ મેચમાં રોહિત શર્મા અને કંપની સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ હતી. સતત ૧૦ મેચ જીતીને ફાઈનલની ટિકિટ બુક કરનાર ટીમ ઈન્ડિયાને આ વર્લ્ડ કપમાં પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા દરેક વિભાગમાં યજમાન ભારત કરતા ઉતરતું સાબિત થયું હતું. હાર પછીનાં દ્રશ્યો કોઈપણ ક્રિકેટ ફેન માટે જાેવા અઘરા હતા. પરાજય બાદ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની આંખોમાં આંસુ હતા. Siraj became emotional after India’s defeat

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ તેના પાર્ટનર સિરાજને સાંત્વના આપતા જાેવા મળ્યા હતા. જાે કે માત્ર ટીમ ઈન્ડિયા જ નહીં. ૧૪૦ કરોડ ભારતીયોનું સપનું તૂટયું છે. સૌનું દિલ તૂટી ગયું છે. ભારતની હાર બાદ અનેક ક્રિકેટ પ્રેમીઓ રડી પડ્યા હતા. મોહમ્મદ સિરાજની ઓવરના છેલ્લા બોલ પર ગ્લેન મેક્સવેલ દોડ્યો હતો અને બે રન લઈને ઓસ્ટ્રેલિયાને યાદગાર જીત અપાવી. ત્યાર પછી સિરાજની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા હતા. બુમરાહ બાદ વિરાટ કોહલી સહિત અન્ય ખેલાડીઓ પણ તેને સાંત્વના આપવા આવ્યા હતા.

https://twitter.com/ICC/status/1726288988040802801

 

સિરાજનો આ ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફાઇનલમાં સિરાજે ૭ ઓવરમાં ૪૫ રન આપીને એક વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર સિરાજ ફાઈનલ હાર્યા બાદ ઈમોશનલ થઈ ગયો હતો.કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ ઘણા ઈમોશનલ થઈ ગયા હતા. મેચ બાદ રોહિત આંખોમાં આંસુ સાથે મેદાનની બહાર આવ્યો, જ્યારે વિરાટ કોહલી પણ પોતાની કેપ સાથે મોં છુપાવતો જાેવા મળ્યો હતો.

ભારતીય ટીમ ૧૨ વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીતશે તેવી આશા હતી પરંતુ તેમ થઈ શક્યું નહીં. ટીમ ઈન્ડિયાએ છેલ્લે ૨૦૧૧માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારપછી મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે શ્રીલંકાને હરાવી બીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી પર કબજાે કર્યો હતો. પત્ની અનુષ્કા શર્મા વિરાટ કોહલીને હાર બાદ ગળે લગાવીને સાંત્વના આપતી જાેવા મળી હતી. આ કદાચ વિરાટનો છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. જાેકે તેણે આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિરાટે ૧૧ મેચમાં સૌથી વધુ ૭૬૫ રન બનાવ્યા છે. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.