આમિર ખાન વડોદરામાં ‘સિતારે જમીન પર’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે
મુંબઈ, આમિર ખાને પોતાની સફળ અને લાંબી કારકિર્દીમાં વિધ વિધ વિષયોની ફિલ્મો કરી છે, જેમાંની ઘણી બધી ફિલ્મો ખુબ જ હીટ રહી છે પરંતુ વર્ષ ૨૦૦૭માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તારે જમીન પર’ને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો.
આ ફિલ્મમાં ટીચરનો રોલ પ્લે કરનાર અભિનેતા આમિર ખાન અને ઇશાન અવસ્થીનો રોલ પ્લે કરનાર દર્શીલ સફારીની જોડીને ફેન્સે પસંદ કરી હતી. ત્યારે હવે આ ફિલ્મની સિક્વલ આવવાની છે. જેની શૂટિંગ હાલ વડોદરામાં ચાલી રહી છે. જેને લઈને અભિનેતા આમિર ખાન હાલ વડોદરામાં છે.
આમિર ખાનના ખાતામાં હાલમાં ઘણી મોટી ફિલ્મો છે. જ્યાં તે ‘સિતારે જમીન પર’માં લીડ રોલમાં જોવા મળશે. તે સની દેઓલની ‘લાહોર ૧૯૪૭’ પ્રોડ્યુસ કરી રહ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે તેમાં કેમિયો કરશે. આમિર ખાન તેના ભત્રીજા ઈમરાન ખાનની ફિલ્મમાં કેમિયો પણ કરવા જઈ રહ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે તે આ ફિલ્મમાં ડોનની ભૂમિકા ભજવશે. હાલમાં જ એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે. એવું બહાર આવ્યું છે કે આમિર ખાન હાલમાં તેની સોશિયલ ડ્રામા ફિલ્મ ‘સિતારે જમીન પર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. થોડાં અઠવાડિયા પહેલા તે દિલ્હીની સડકો પર એક ફિલ્મનું શૂટિંગ કરતો જોવા મળ્યો હતો.
જો કે હવે તે આગામી શિડ્યુલના શૂટિંગ માટે વડોદરા પહોંચી ગયો છે. હાલમાં જ તેના શૂટિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે બજારની વચ્ચે જોવા મળે છે.
જે ફિલ્મ માટે તે આકરી ગરમીમાં શૂટિંગ કરી રહ્યો છે તે છે- સિતારે જમીન પર. હાલમાં જ એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે કે, ‘સિતારે જમીન પર’ ડાઉન સિન્ડ્રોમ પર આધારિત હશે. પહેલા ભાગની સ્ટોરી પણ આવી જ હતી. આમાં બાળક ડિસ્લેક્સિયાથી પીડાય છે. એકંદરે નિર્માતાઓ આ ફિલ્મ દ્વારા સમાન મુદ્દા પર બધાનું ધ્યાન દોરવા માંગે છે.
જો કે ફિલ્મની બાકીની સ્ટોરીને હાલ પૂરતી સિક્રેટ રાખવામાં આવી છે. આ તસવીરમાં આમિર ખાન સાથે જેનેલિયા દેશમુખ લીડ રોલમાં છે. ‘સિતારે જમીન પર’નું શૂટિંગ ૭૦ થી ૮૦ કામકાજના દિવસોમાં પૂર્ણ થશે.
તેના પ્રી-પ્રોડક્શનમાં ઘણો સમય ખર્ચવામાં આવ્યો છે, જેના કારણે ફિલ્મ ટૂંક સમયમાં પૂર્ણ થઈ રહી છે. અને હવે વાત કરી શૂટિંગની તો ?આમિર ખાનની આ આગામી ફિલ્મનું નામ ‘સિતારે જમીન પર’ પર રાખવામાં આવ્યું છે.
વડોદરા શહેરના સમા સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સના બાસ્કેટ બોલ કોર્ટમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સને સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આમિર ખાનને ભાડે આપવામાં આવ્યું છે.
આનું ભાડું એક દિવસનું ૧ લાખ રૂપિયા છે. ફિલ્મ ‘સિતારે જમીન પર’ ના શૂટિંગ સ્થળે ફિલ્મ યુનિટને ૨ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત ૯ પોલીસ જવાનોનું પેઇડ બેન્ડબાસ્ટ પણ મળ્યું છે. આ સાથે જ બાઉન્સરો પણ તૈનાત કરવામાં આવ્યા છે. હાલમાં સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સના મુલાકાતીઓ અને કર્મચારીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે તેમજ મોબાઇલ ફોન લઇ જવાની પણ મંજૂરી નથી.SS1MS