ઈટાલીમાં આમિરની દીકરીએ બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ
મુંબઈ, આમિર ખાન અને રીના દત્તાની દીકરી આયરા ખાન એવા સ્ટારકિડ્સ પૈકીની એક છે જે બોલિવુડની ઝાકમઝોળથી દૂર રહેવાનું પસંદ કરે છે.
જાેકે, સોશિયલ મીડિયાના કારણે આયરા હંમેશા ચર્ચામાં રહે છે. ખાસ કરીને ફિટનેસ ટ્રેનર નૂપૂર શિખરે સાથેની રિલેશનશીપના કારણે ચર્ચામાં વધારે રહે છે. આયરા અને નૂપૂર વચ્ચે ૨૦૨૦માં પ્રેમ પાંગર્યો હતો. સોશિયલ મીડિયા પર તેઓ એકબીજા માટે હંમેશા પ્રેમ વ્યક્ત કરતા હતા.
હવે આયરા અને નૂપૂરે સગાઈ કરી લીધી છે. કપલે સોશિયલ મીડિયા પર પ્રપોઝનો વિડીયો શેર કરીને પોતાની સગાઈની જાહેરાત કરી છે. રસપ્રદ વાત તો એ છે કે, નૂપૂરએ આયરાને ‘આયર્ન મેન ઈટાલી શો’ દરમિયાન પ્રપોઝ કરી હતી. હાલ આયરા અને નૂપૂર ઈટાલીમાં છે અને તેણે આ શોમાં ભાગ લીધો હતો.
શેર કરેલા વિડીયોમાં જાેઈ શકો છો કે નૂપૂર પોતાની ગર્લફ્રેન્ડ તરફ ચાલીને જાય છે અને તેણે રેસનો જ કોશ્ચ્યૂમ પહેરેલો છે. આયરા પાસે જઈને તે તેને પ્રપોઝ કરે છે અને તે હા પાડી દે છે. બાદમાં કપલ એકબીજાને કિસ કરે છે. વિડીયો શેર કરતાં આયરાએ લખ્યું, “પપાયઃ તેણીએ હા પાડી.
આયરાઃ હેહે, મેં હા પાડી.” રસપ્રદ વાત તો એ છે કે, નૂપૂરે આયરાને જે જગ્યાએ પ્રપોઝ કરી ત્યાં રોકા લખેલું એક બોર્ડ પણ હતું. આ ભલે કોઈ વિજ્ઞાપનનું બોર્ડ હતું પણ રોકાનો અર્થ સગાઈ થાય છે. એટલે અજાણતાં જ આ બોર્ડ દ્વારા તેમની સગાઈની જાહેરાત થઈ ગઈ. આયરા અને નૂપૂરે આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતાં ફેન્સ અને મિત્રો શુભેચ્છાઓનો વરસાદ કરી રહ્યા છે.
આમિર ખાનની કો-એક્ટ્રેસ ફાતિમા સના શેખ આયરાની ખૂબ સારી ફ્રેન્ડ છે ત્યારે તેણે કોમેન્ટ કરતાં લખ્યું, “મેં જાેયેલી આ સૌથી પ્રેમાળ વસ્તુ છે. ઉફ્ફ..નૂપૂર શિખરે એકદમી ફિલ્મી.” સારા તેંડુલકર, રોહમન શોલ, હુમા કુરેશી જેવા સેલેબ્સે પણ બંનેને અભિનંદન પાઠવ્યા હતા.
જણાવી દઈએ કે, આયરા ખાને થોડા વર્ષો પહેલા થિયેટર ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. જાેકે, બોલિવુડમાં પ્રવેશવાનો આયરાનો કોઈ પ્લાન નથી. છેલ્લા થોડા મહિનાઓથી આયરા અને નૂપૂરના લગ્નની ચર્ચા ચાલી રહી છે પરંતુ તેમણે આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી.SS1MS