Western Times News

Gujarati News

વટવામાં રસપ્રદ બની રહેલો ત્રિ-પાખીયો જંગ: AAPનો અંડર કરન્ટ હોવાની ચર્ચા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,  શહેરની વટવા વિધાનસભામાં છેલ્લી બે ચૂંટણીમાં ભાજપનો દબદબો જાેવા મળ્યો છે.૨૦૦૮ના નવા સીમાંકન બાદ અસ્તિત્વ માં આવેલી વટવા વિધાનસભા માં વસ્ત્રાલ, રામોલ અને વટવા વોર્ડનો સમાવેશ થાય છે. આ બેઠક પરથી ભાજપે પૂર્વ ગૃહ મંત્રી ની ટીકીટ કાપી બાબુભાઈ જાદવને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

કોંગ્રેસે બળવંત ગઢવી અને આમ આદમી પાર્ટીએ બિપીન પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેથી વટવા વિધાનસભાની બેઠક પર રસપ્રદ ત્રિપાંખીયો જંગ થશે તે નિશ્ચિત છે.

વટવા વિધાનસભા બેઠક પર છેલ્લા બે વખતથી જીતીને આવી રહેલા પ્રદીપસિંહ જાડેજાની જગ્યાએ બાબુભાઈ જાદવની ટિકિટ આપવામાં આવી છે. બાબુભાઈ જાદવએ પ્રદિપસિંહ જાડેજા ખૂબ જ નિકટના સંબંધો ધરાવે છે.તેથી તેમની પસંદગી પાછળ પૂર્વ ગ્રહમંત્રી નો અભિપ્રાય પણ કામ કરી ગયો હોય તેમ માનવામાં આવે છે. બાબુભાઈ એ નવા ઓઢવ ગ્રામ પંચાયતમાં મહામંત્રી અને પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી છે.

કોંગ્રેસ દ્વારા આ વખતે બળવંત ગઢવીને ટિકિટ આપવામાં આવી છે. બળવંત ગઢવી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા તેમજ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ માટે કામગીરી કરી રહ્યા છે. તેમણે જિલ્લા પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી હતી. આમ આદમી પાર્ટી ઘ્વારા બિપીન પટેલને ટિકિટ આપવામાં આવી છે.

નવા સીમાંકન બાદ ૨૦૦૮માં આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર તમામ જ્ઞાતિ, ધર્મ અને ભાષાના લોકો આ વિસ્તારમાં રહે છે. અહીં પાટીદાર, લઘુમતી, ભરવાડ, દલિત સમાજના મતદારો નિર્ણાયક રહે છે. આ બેઠક પર દેશના અને અનેક રાજ્યોના લોકો અહીંયા વસવાટ કરે છે .

ખાસ કરીને ઉત્તર ભારતીય તેમજ સૌરાષ્ટ્રની વસ્તી મોટા પ્રમાણમાં જાેવા મળી આવે છે. વટવા વિધાનસભા બેઠકના મતદારોની વાત કરવામાં આવે તો કુલ મતદારો ૩,૯૫,૬૯૫ છે. જેમાં પુરુષ મતદારો ૨,૧૨,૦૬૭ અને મહિલા મતદારો ૧,૮૩,૬૦૭ છે.જયારે અન્ય ૨૧ મતદારો છે. વટવામાં પટેલ સમાજના ૧૫.૬૭ ટકા, બાહ્મણ ૮.૭૭ ટકા, વણિક સમાજના ૨.૭૦, મુસ્લીમ સમાજના ૧૪.૮૬ ટકા, દરબાર ૭.૯૮ ટકા, એસ.સી.૦૭.૯૮ ટકા, ઓબીસી૧૩.૮૮ ટકા, એસ.ટી.૦૦.૫૮ ટકા અને અન્ય૨૩.૨૭ટકા અંદાજિત મતદારો છે.

સામાન્ય રીતે વટવાને ભાજપનો ગઢ માનવામાં આવે છે પરંતુ ર૦રરની ચુંટણીમાં અમદાવાદ શહેર માટે ભાજપાએ નો રિપીટ થિયરી અપનાવી હોવાથી સિટીગ ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજાની ટિકીટ કાપી નવો ચહેરો કહી શકાય તેવા બાબુભાઈને ટિકિટ આપી છે.

ઉમેદવાર પસંદગી સમયે પણ ભાજપમાં જુથવાદ સપાટી પર આવી ગયો હતો જેની અસર ચુંટણી પ્રચારમાં પણ જાેવા મળી રહી છે. બે ટર્મ ના ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજાને ખાડિયા, દરિયાપુર તેમજ નરોડા વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી હોવાથી તેઓ વટવામાં પ્રચાર માટે આવી શકતા નથી

જેના કારણે પણ કાર્યકરોમાં નિરાશા જાેવા મળી રહી છે. વટવા બેઠકમાં પાટિદાર સમાજનું વર્ચસ્વ છે આમ આદમી પાર્ટીએ પટેલ સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે જયારે કોંગ્રેસ અને ભાજપાએ ક્ષત્રિય સમાજના ઉમેદવારોને ટીકિટ આપી છે તેથી પાટીદાર સમાજના મતો એક તરફી જાય તેવી શક્યતા છે. તદ્‌ઉપરાંત અંદાજે ૩૦ હજાર જેટલા મુસ્લિમ મતદારો પણ આમ આદમી પાર્ટીની તરફેણમાં હોવાની ચર્ચા ચાલી રહી છે જેના કારણે વટવામાં જંગ રસપ્રદ બની રહેશે તેમજ હાર જીત નજીવા માર્જીનથી થાય તેમ નિષ્ણાંતો માની રહયા છે.

વટવા વિધાનસભામાં ૨૦૧૨ અને ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપનો એકતરફી વિજય થયો હતો.૨૦૧૨માં કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટર અતુલ પટેલ નો પ્રદીપસિંહ જાડેજા સામે પરાજય થયો હતો.૨૦૧૭ના પરિણામની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા પ્રદીપસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી હતી. જયારે કોંગ્રેસ દ્વારા બિપીનચંદ્ર પટેલને ટીકીટ આપી હતી.

જેમાં ભાજપનાં ઉમેદવારના પ્રદીપ સિહ જાડેજાને ૧,૩૧,૧૩૩ મત જયારે કોંગ્રેસ ઉમેદવારના બિપીનચંદ્ર પટેલને ૬૮,૭૫૩ મત મળવ્યાં હતા જેમાં ભાજપના ઉમેદવારના પ્રદીપ સિંહ જાડેજાનો ૬૨,૩૮૦ મતથી વિજય થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.