Western Times News

Gujarati News

પુષ્પાનો હીરો અલ્લુ અર્જુનનો સાડી પહેરેલો ફોટો લીક થયો

મુંબઈ, વર્ષ ૨૦૨૧માં રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ દુનિયાભરમાં સાઉથનો ક્રેઝ બમણો કરી દીધો હતો. આ ફિલ્મમાં એક્ટર લીડ રોલમાં જોવા મળ્યો હતો અને રÂશ્મકા મંદાના તેની સામે શ્રીવલ્લીના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ ફેન્સને ઘણી પસંદ આવી હતી. હવે આ ફિલ્મની સિક્વલને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. હાલમાં જ ફિલ્મમાંથી અલ્લુ અર્જુનનો નવો લુક સામે આવ્યો છે.

આ લુકમાં તે સાડી પહેરેલી જોવા મળી રહી છે. તેનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ પણ તેના પર રિએક્શન આપતા જોવા મળી રહ્યા છે. ફોટો વિશે વાત કરીએ તો એવું લાગે છે કે આ તસવીર પુષ્પા ૨ ધ રૂલના સેટ પરથી લેવામાં આવી છે.

ફોટોમાં અલ્લુ અર્જુન સાડી પહેરેલો જોવા મળી રહ્યો છે. તે બેઠો છે અને રિલેક્સ મોડમાં જોવા મળી છે. ફોટો થોડો બ્લર છે. તેને જોઈને લાગે છે કે તેણે ઓરેન્જ કલરનું બ્લાઉઝ અને બ્લુ કલરની સાડી પહેરી છે. અલ્લુ અર્જુનના આ લુક પર ફેન્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું છે કે બીજો નેશનલ એવોર્ડ પાક્કો. અન્ય એક યુઝરે લખ્યુંસ છે કે મને આ એક્ટર માટે રિસ્પેક્ટ છે. આ સિવાય ફેન્સ આ ફોટો પર ફાયર ઈમોજીસ પણ શેર કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ફિલ્મના સેટ પરથી ફોટો લીક થવાનો મામલો નવો નથી.

આ પહેલા વર્ષ ૨૦૨૧માં પણ આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર લીક થયો હતો. ફિલ્મના મેકર્સ આ લીકથી ખુશ ન હતા અને સ્ટ્રિક્ટ વો‹નગ પણ આપી હતી.

તેમજ ફિલ્મના સેટ પર કોઈપણ બહારના વ્યક્તિની એન્ટ્રી બંધ કરી દીધી હતી. હવે જોવાનું એ રહે છે કે સેટ પરથી આ ફોટો લીક થવા પર મેકર્સ કેવી પ્રતિક્રિયા આપે છે. આ સિવાય ફિલ્મના બીજા પાર્ટની સ્ટોરી પહેલા પાર્ટ કરતા વધુ ઈમ્પેક્ટફુલ માનવામાં આવી રહી છે.

ફિલ્મના પહેલા પાર્ટનું નામ પુષ્પા ધ રાઈઝ હતું. હવે તેના બીજા પાર્ટનું નામ પુષ્પા ધ રૂલ હતું. મતલબ છે કે પહેલા પાર્ટ સ્ટોરીની આગળની સ્ટોરી બતાવવામાં આવશે. આ ફિલ્મ વર્ષ ૨૦૨૪ ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.