Western Times News

Gujarati News

સિઝનમાં બે સદી ફટકારવાના વિક્રમની મુશીરે બરોબરી કરી

નવી દિલ્હી, સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાને અંડર-૧૯ વર્લ્ડકપમાં તેની બેટિંગથી હલચલ મચાવી દીધી છે. એક તરફ સરફરાઝને ટેસ્ટ ટીમ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ તેનો ભાઈ મુશીર ખાન અંડર-૧૯ વર્લ્ડકપમાં પોતાની બેટિંગથી ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી રહ્યો છે.

મુશીરે ન્યૂઝીલેન્ડ સામેની અંડર-૧૯ વર્લ્ડકપ સુપર-૬ મેચમાં શાનદાર બેટિંગ કરતા ૧૦૯ બોલમાં સદી ફટકારી હતી. મુશીરની અંડર-૧૯ વર્લ્ડકપમાં આ બીજી સદી છે. તેણે સતત ૨ સદી ફટકારીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મુશીર ખાને અંડર-૧૯ વર્લ્ડકપના એક સિઝનમાં ૨ સદી ફટકારવાના મામલે શિખર ધવન અને બાબર આઝમની બરાબરી કરી લીધી છે.

મુશીરે ન્યુઝીલેન્ડ સામે ૧૨૬ બોલમાં ૧૩૧ રનની ઇનિંગ રમી જેમાં ૧૩ ચોગ્ગા અને ૩ છગ્ગા પણ સામેલ હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ ૧૦૩.૯૭ની હતી. મુશીરની આ શાનદાર ઇનિંગના કારણે ભારતીય અંડર-૧૯ ટીમે ૨૯૫ રન બનાવ્યા હતા. ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમ ૨૮.૧ ઓવરમાં ૮૧ રન પર સમેટાઈ ગઈ હતી. ભારતીય ટીમ આ મેચ ૨૧૪ રને જીતી હતી. મુશીરને તેની શાનદાર સદીના કારણે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો હતો.

મુશીર હવે અંડર-૧૯ વર્લ્ડકપ ૨૦૨૪માં સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન બની ગયો છે. મુશીરે પાકિસ્તાનના શાહઝેબ ખાનને પાછળ છોડી દીધો છે. શાહઝેબ ખાને અત્યાર સુધી ૩ મેચમાં કુલ ૨૨૩ રન બનાવ્યા છે. મુશીર હવે શાહઝેબ કરતા ઘણો આગળ નીકળી ગયો છે. આ મામલામાં જ્વેલ એન્ડ્ર્યુ ૩ મેચમાં ૧૯૬ રન સાથે ત્રીજા સ્થાને છે SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.