યુવતિ પ્રેમી સાથે ફરાર થતાં મંગેતરનો પિતરાઈ બહેન પર એસીડ એટેક
રાજકોટ, રાજકોટ સોખડા ગામમાં એક મહીલા પર એસીડ એટેક થયો હોવાની ઘટનાસામે આવી છે. પોલીસે આરોપી યુવકને સકંજામાં લઈ તપાસ શરૂ કરી છે. રાજકોટના કુવાડવા રોડ નવાગામ પાસે આવેલા સોખડા ગામે રહેતા
વર્ષાબેન માધવભાઈ ગોરીયા ઉ..૩૪ એ પોતાના સગા કાકાની દીકરી પારસબેનની સગાઈ એક વર્ષ પહેલા સોખડાના પોતાની જ્ઞાતીના પ્રકાશ સરવૈયા સાથે કરાવી હતી. પણ સગાઈના બે મહીના બાદ પારસબેને બીજા છોકરા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા.
આ કારણે મંગગેતર પ્રકાશ રોષે ભરાયો હતો. ગત સાંજે પણ તેસટીલની બરણી લઈને આવ્યો હતો અને પારસ વિશે પુછતાં વર્ષાબેને કહયું હતું કે મારી બહેને બીજા લગ્ન કરી લીધા છે. હવે શોધીને શું ફાયદો? આ સાંભળીને તેણે બરણી ખોલી એસીડ છાંટી દીધું હતું.
બીજી તરફ એસીડ હુમલામાં દાઝી ગયેલા વર્ષાબેનને કુવાડવા રોડ પરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વર્ષાબેને આક્ષેપ સાથે પોલીસની જણાવ્યું હતું કે, મારા સગા કાકા જેરામભાઈ મનજીભાઈ મવકાણાની દીકરી પારસબેનની સગાઈ અમારા સોખડા ગામના અને અમારી જ જ્ઞાતિના પ્રકાશ પ્રવીણભાઈ સરવૈયા સાથે એક વર્ષ પહેલા થઈ હતી.
આ સગપણ કરાવવામાં હું વચ્ચે રહી હતી. આ સગાઈ થયાના બે મહિના બાદ જ મારી બહેન પારસબેન બીજા કોઈ છોકરાને પ્રેમ કરતી હોઈ તેની સાથે પ્રેમલગ્ગ્ન કરીને જતી રહી હતી. દરમ્યાન બુધવારે સાંજે પ્રકાશ સરવૈયા મારી ઘરી આવ્યો હતો. આ વખતે તેના હાથમાં સ્ટીલની બરણી હતી તેમણે ઢાંકણું ખોલી એસીડ મારા પર ઉડાડતા મને બળતરા થવા માંડી હતી.
ગંધને કારણે મને ખબર પડી હતી કે આ પ્રવાહી એસીડ હતું. મે દેકારો બોલાવતા તે ભાગી ગયો હતો.ો એ દરમ્યાન મારા પડોશીઓ, મારા કુટુંબીઓ દોડી આવ્યા હતાં અને મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.