અભિનેત્રી કૃતિ સેનન ફેનને ઇગ્નોર કરવા પર થઇ ટ્રોલ
મુંબઈ, તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયામાં પહેલી વાર કૃતિ સેનન અને શાહિદ કપૂરની જોડી સામે આવશે. ૯ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થનારી આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મના પ્રમોશનમાં કૃતિ સેનન અને શાહિદ કપૂરની જોડી સતત વ્યસ્ત છે. આ દિવસોમાં બન્ને એક સાથે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થયા. બન્ને કોઇ ઇવેન્ટમાંથી મુંબઇ પાછા ફરતા હતા. આ બન્ને જોડી લોકોને ખૂબ પસંદ પડી રહી છે.
એક સાથે આ જોડી કમાલની લાગશે. જો કે હાલમાં કૃતિ સેનન એક વાતને લઇને ટ્રોલ થઇ છે. કૃતિ સેનને કંઇક એવુ કર્યુ કે હવે ટ્રોલર્સના હાથે ચઢી ગઇ છે અને સોશિયલ મિડીયામાં તસવીરો અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. આમ, તમને જણાવી દઇએ કે કૃતિ સેનને એવુ તો શું કર્યુ કે ટ્રોલર્સ એની પાછળ પડી ગયા છે અને ખરીખોટી સંભળાવી રહ્યા છે.
કૃતિ સેનન અને શાહિદ કપૂર એરપોર્ટની બહાર આવી રહ્યા હતા. આ દરમિયાન એક ફેન એની રાહ જોઇ રહ્યો હતો. શાહિદ કપૂરે એને ઇશારો કરીને ફોટો ક્લિક કરવા માટે બોલાવ્યો. ત્યારબાદ એ દોડીને એક્ટરની પાસે આવે છે. જ્યાં શાહિદે પ્રેમથી ગળે મળ્યો અને ફોટો ક્લિક કરાવ્યો. ત્યારે કૃતિ સેનન દૂર ભાગતી જોવા મળી. આ દરમિયાન એક ફેને હાથ મેળવવાની કોશિશ કરો તો એમને ઇગ્નોર કર્યા.
જ્યારે ફેને કૃતિની સાથે વાત કરવાની કોશિશ કરી તો એને ઇગ્નોર કરતી જોવા મળી. આ વિડીયો પૈપરાઝીએ પેજ પર શેર કર્યો, જેને જોયા પછી ફેન્સ બરાબર ગુસ્સે થઇ ગયા છે. લોકોનું કહેવુ છે કે એક્ટ્રેસનો એટિટ્યૂડ વધારે લાગી રહ્યો છે, જ્યારે એક યુઝર્સે લખ્યુ છે કે બિચારી છોકરી, કૃતિને એને ઇગ્નોર કરી દીધી છે.
જ્યારે એક યુઝર્સે લખ્યુ છે કે આને એટિટ્યૂડ પ્રોબ્લેમ છે. આમ લોકોએ આવી અનેક પ્રકારની કોમેન્ટ્સ કરીને કૃતિને ટ્રોલ કરી છે. ઉલ્લેખનીય છે કે કૃતિ સેનન છેલ્લે ફિલ્મ આદિપુરષમાં સીતા બનીને જોવા મળી હતી, જ્યારે આ પહેલાં મિમીમાં જોવા મળી હતી.
આ ફિલ્મ માટે એને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. જ્યારે શાહિદ કપૂરની વાત કરીએ તો એ વેબ સિરીઝ ફર્ઝીમાં જોવા મળ્યો હતો. આ સિરીઝ લોકોને ખૂબ પસંદ પડી. હવે બન્નેની જોડી હવે ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ માં જોવા મળશે.SS1MS