અભિનેત્રી પ્રિયંકાની લાડલી માલતી છે સુપર ક્યૂટ
મુંબઈ, બોલિવૂડ ફિલ્મ સ્ટાર પ્રિયંકા ચોપરા મુંબઇ પરત ફરી છે. અદાકાર પ્રિયંકા ચોપરા અને દીકરી માલતીની આ તસવીરો હાલમાં વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં મા-દીકરી બન્ને સુપર ક્યૂટ જોવા મળી રહ્યા છે.
મુંબઇ પહોંચતાની સાથે પ્રિયંકાની આ તસવીરો વાયરલ થવા લાગી છે. સામે આવેલી આ તસવીરોમાં પ્રિયંકા લાંબા સમય પછી મુંબઇ આવી છે. અદાકાર આ દરમિયાન પતિ નિક સાથે નહીં, પરંતુ દીકરી માલતી સાથે ઇન્ડિયા આવી છે.
આ તસવીરો જોતાની સાથે ફેન્સ ખુશ થઇ ગયા છે. બોલિવૂડ ફિલ્મ સ્ટાર પ્રિયંકા ચોપરા હાલમાં મુંબઇ પરત ફરી છે. અદાકાર પ્રિયંકા ચોપરાની આ તસવીરોએ ધૂમ મચાવી દીધી છે. આ સમયે પ્રિયંકાએ મસ્ત કેપ પહેરી છે. આ કેપ પ્રિયંકાના લુકમાં ચાર ચાંદ લગાવે છે.
અદાકાર આ દરમિયાન એકદમ ખુશ દેખાઇ રહી છે. પ્રિયંકાની દીકરી માલતીની વાત કરવામાં આવે તો એને ગ્રીન કલરનું મસ્ત ફ્રોક પહેર્યુ છે. આ ગ્રીન કલરના ફ્રોકમાં માલતી એકદમ ક્યૂટ લાગી રહી છે. માલતીની ક્યૂટનેસ પર ફેન્સ ફિદા થઇ ગયા છે. માલતી બે વર્ષની થઇ ગઇ છે.
માલતી મેરી હવે પહેલા કરતા મોટી અને ક્યૂટ દેખાઇ રહી છે. એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આ દરમિયાન દીકરી માલતી મેરી ચોપરા જોનસને બિલકુલ એક કમ્પ્લીટ માતાની જેમ કેર કરતી જોવા મળી. આ તસવીર જોઇને ફેન્સ ખુબ ખુશ થઇ ગયા છે.
આ તસવીરોમાં તમે માલતીની ક્યુટનેસ જોઇને ફિદા થઇ જશો. માલતી મેરીનો ચહેરો પ્રિયંકા જાણે છુપાવતી હોય એમ લાગી રહ્યું છે. એક્ટ્રેસની આ તસવીરોએ હાલમાં ચર્ચાનો વિષય બની છે. આ તસવીરોમાં માલતી અને પ્રિયંકા બન્ને ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે.
આમ વાત કરવામાં આવે તો પ્રિયંકા પૈપરાઝીની સામે પણ મસ્ત પોઝ આપી રહી છે. જો કે આ સમયે એક્ટ્રેસ મુંબઇ કેમ આવી એ વાતને લઇને કોઇ ખુલાસો કર્યો નથી. પ્રિયંકા અને માલતી અનેક તસવીરો આ પહેલાં પણ વાયરલ થઇ ચુકી છે.SS1MS