અભિનેત્રી સુરભિ ચંદના પેલેસમાં લેશે સાત ફેરા
મુંબઈ, સુરભિ ચંદના માર્ચ ૨૦૨૪માં એના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે લગ્ન કરવાની છે. ૧૩ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા પછી ટીવી એક્ટ્રેસ સુરભિ ચંદના કરણ શર્મા સાથે લગ્નના બંધનમાં બંધાશે. એક્ટ્રેસ પોતાના ડેસ્ટિનેશન વેટિંગ વેન્યુ પર ફેમિલી સાથે પહોંચી ગઇ છે.
સુરભિ ચંદના-કરણ શર્મા રાજસ્થાનના જયપુર ચોમુ પેલેસ હોટલમાં સાત ફેરા લેશે. એક્ટ્રેસ સુરભિ ચંદના પોતાના લગ્નને લઇને સતત ચર્ચામાં બની રહે છે.
હાલમાં એક્ટ્રેસે બેચલર પાર્ટીની તસવીરો અને વિડીયો સોશિયલ મિડીયામાં શેર કર્યા હતા. ચોમુ પેલેસ હોટ એક ઐતહાસિક લગ્ન મહેલ છે જ્યાં અક્ષય કુમારની ફિલ્મ ભૂલ ભુલૈયાનું શૂટિંગ થયુ હતુ. આ મહેલમાં મેકર્સે એમની ફિલ્મનું શૂટિંગ કરવાનું પસંદ કરતા હોય છે. આ મહેલમાં માત્ર ભૂલ ભુલૈયા નહીં, પરંતુ બીજા પણ અનેક મુવીનું શૂટિંગ થયુ છે જેના કારણે આ મહેલ લાઇમલાઇટમાં રહે છે.
ભૂલ ભુલૈયા સિવાય અજય દેવગનની બોલ બચ્ચનું શૂટિંગ પણ અહીંયા થયુ હતુ. માત્ર ફિલ્મો જ નહીં, પરંતુ ટીવી સિરીયલોનું શૂટિંગ પણ આ મહેલમાં કરવામાં આવે છે. સુરભિ ચંદના અને કરણ શર્મા ૨૦૧૦માં ડેટિંગની શરૂઆત થઇ અને હવે લગ્નની ઘોષણા કરીને પોતાના રિલેશનશિપની વાત લોકો સાથે કરી. ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ આ કપલે લગ્નની તારીખ સોશિયલ મિડીયામાં શેર કરી.
જ્યારે એક માર્ચના રોજ સુરભિ ચંદનાના પ્રી વેડિંગ ફંક્શન છે અને ૨ માર્ચના રોજ સુરભિ ચંદના-કરણ શર્મા લગ્નના બંધનમાં બંધાશે. આમ, તમને જણાવી દઇએ કે ટીવીની પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક સુરભિ ચંદનાને ઇશ્કબાઝ શોથી ખૂબ નામના મળી હતી.
આ શોમાં એક્ટ્રેસની ભૂમિકાને લોકોએ ખૂબ પસંદ કરી હતી. એક્ટ્રેસની એક્ટિંગ પણ દમદાર હતી. આ સિવાય એક્ટ્રેસ નાગિનમાં પણ શાનદાર એક્ટિંગ કરીને દર્શકોને ફિદા કરી દીધા હતા. નાગિન સિરીયલથી પણ એક્ટ્રેસ ખૂબ ફેમસ થઇ. આ શોમાં ભલે રોલ લાંબો ન હતો, પરંતુ લોકોને હંમેશ માટે યાદગાર રહેશે.SS1MS