અદાણી એનર્જી સોલ્યુશન્સને પ્રતિષ્ઠિત ગ્લોબલ સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ 2023ની નવાજેશ
અમદાવાદ, ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અને વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL)ને મોરેશિયસ ખાતે વર્લ્ડ સસ્ટેનેબિલિટી કોંગ્રેસ દ્વારા સમગ્રતયા ટકાઉ શ્રેષ્ઠ પ્રદર્શનની શ્રેણીમાં ‘ગ્લોબલ સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ-૨૦૨૩થી નવાજવામાં આવી છે. પાવર સેકટરમાં એક અગ્રણી સંશોધક તરીકે હરીયાળા ભવિષ્યનું સર્જન કરવાના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે સંકલ્પબધ્ધ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ અપનાવેલા ટકાઉ આયામોને આ એવોર્ડ એક પ્રોત્સાહક અનુમોદન છે.
ટકાઉપણાના ઉપાયોની રાહબરી કરી ઉત્કૃષ્ઠ કાર્યવાહીનું પ્રદર્શન કરતા સંગઠ્ઠનોને દર વરસે ધ ગ્લોબલ સસ્ટેનેબિલિટી લિડરશિપ એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડ સમિતિએ અદાણી એનર્જી સોલ્યુશન્સના સંશોધનાત્મક ઉકેલો,પર્યાવરણના પ્રભાવને ઘટાડવા અને ટકાઉપણાના આયામોને ઉત્તેજન માટેના સમર્પણથી પ્રભાવિત થઇ તેને માન્ય કર્યા છે.
વર્લ્ડ સસ્ટેનેબિલિટી એક બિન નફાકારક સંગઠ્ઠન છે જે ટકાઉપણાના નેતૃત્વની હિમાયત કરે છે. ઉજળી આવતીકાલ માટે ટકાઉ વ્યવસાયિક આયામો અને ઉકેલો તલાશવા અને તે માટે શિક્ષણ આપવા માટે સંગઠ્ઠનો, બિન સ\કારી સંસ્થાઓ, જાહેર હિતમાં રુચિ લેતા જૂથો અને સરકારી સંસ્થાઓને એક મંચ ઉપર લાવવા પ્રયાસ કરે છે.
કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અનિલ સરદાનાએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકારતા સન્માનભાવ વ્યક્ત કર્યો હતો. ટકાઉપણા માટેનાઅમારા પ્રયાસોને એક પ્રોત્સાહક માન્યતા મળવા સાથે હરિયાળા અને વધુ લાંબાગાળાના ભવિષ્યના નિર્માણ માટેના અમારા પ્રયાસોમાં સતત આગળ વધવાની આ એવોર્ડ પ્રેરણા આપે છે
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. ફક્ત પર્યાવરણના લાભ માટે જ નહી પરંતુ આર્થિક વૃધ્ધિ અને સામાજિક વિકાસમાં યોગદાન આપવા માટે ટકાઉ સંશોધન, ઉપાયોના વિકાસ માટે મોખરે રહે છે. ઉદ્યોગ અને અન્યને ઉત્તેજન આપી તેને અનુસરવાના કંપનીના ટકાઉપણાના આયામોએ સિમાચિહનો પ્રસ્થાપિત કર્યા છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની ટકાઉપણા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને વિશ્વને વધુ સરસ બનાવવાના તેના સતત પ્રયત્નોના પ્રમાણપત્ર તરીકે કંપનીને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. કંપની તેની સમર્પિત ટીમ, હિસ્સેદારો અને ગ્રાહકોને ટકાઉપણું તરફની આ સફરમાં મળેલા તેમના સમર્થન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.