Western Times News

Gujarati News

AIIM ૭મો પદવીદાન સમારોહ: ૬૬ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ

અદાણી ઇન્ફ્રાસ્ટ્રકચર મેનેજમેન્ટ ઇન્સ્ટિટયુટનો ૭મો પદવીદાન સમારોહ યોજાયો -ઇન્ફ્રાવિઝનફાઉન્ડેશનના મેનેજીંગ ટ્ર્સ્ટી શ્રી વિનાયક ચેટરજીના મુખ્ય મહેમાનપદે- અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો. પ્રીતિ જી. અદાણી સમારોહના અધ્યક્ષપદે હતા

PGDM (ઇન્ફ્રાસ્ટ્રકચર મેનેજમેન્ટ) ના ૫૬ અને PGDM (કાયદો)ના ૧૦ મળી ૬૬ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ

અમદાવાદ, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪: અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ (AIIM)નો ૨૦૨૧-૨૩ બેચના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ સોમવારે યોજાયો હતો, જેમાં AICTE દ્વારા માન્ય બે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં મેનેજમેન્ટ (PGDM) અભ્યાસક્રમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ અને કાનૂનનો સમાવેશ થતો હતો..

ધ ઇન્ફ્રાવિઝન ફાઉન્ડેશનના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિનાયક ચેટર્જીના મુખ્ય મહેમાનપદે અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો. પ્રીતિ જી. અદાણી તેમજ અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટના ડાયરેક્ટર અને અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. રવિ પી. સિંહના અધ્યક્ષપદે યોજાયેલા અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટના ૭મા દીક્ષાંત સમારોહ પ્રસંગે શિક્ષણ  અને ઉદ્યોગ જગતના મહાનુભાવોએ હાજરી આપી હતી. Adani Institute of Infrastructure Management holds 7th Convocation.

કુલ ૫૬ વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં મેનેજમેન્ટ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ) અભ્યાસક્રમના અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં મેનેજમેન્ટ (કાયદો)ના ૧૦ વિદ્યાર્થીઓ સ્નાતક થયા છે . સુશ્રી બુરીગરી સાઇપ્રસાદીને તેમના તેજસ્વી શૈક્ષણિક પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો..

અદાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટને ૨૦૨૨ થી અદાણી યુનિવર્સિટીમાં પરિવર્તિત કરવા સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં મેનેજમેન્ટ (PGDM) (ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ)  અભ્યાસક્રમને  MBA (ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ)માં રૂપાંતરિત કરવામાં આવ્યો છે. એમબીએના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. (IM)ના એમ.બી.એ.શ્રી જયવર્ધન મિત્તલ, શ્રી મયંક મહેતા અને શ્રી અવિનાશ યાદવને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક કામગીરી માટે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતા શ્રી વિનાયક ચેટર્જીએ કહ્યું, હતું કે “જીવનમાં એક હેતુ શોધવો મહત્વપૂર્ણ છે જેમાં તમારા ઉત્તર તારા સુધી પહોંચીને અને તેને ઝડપી લેવો શામેલ છે. આજે ​​કારકિર્દીની સૌથી મોટી તક  ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જેમાં દેશના મહત્તમ સંસાધનોનું તેમાં રોકાણ કરવામાં આવે છે. આ સંસ્થાએ તમારામાં અભિગમ, આશાવાદ અને આત્મવિશ્વાસ જેવા જીવન કૌશલ્યોના સમૂહનું સિંચન કર્યુ હશે  જે તમને તમારા ઉત્તરીય તારો શોધવામાં મદદ કરશે.

ડો. પ્રીતિ જી. અદાણીએ જણાવ્યું હતું કે, “ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ વૈશ્વિક અર્થતંત્રની કરોડરજ્જુ છે  અને ભારતીય અર્થતંત્ર તે  માટે ભિન્ન નથી. તમારી કારકિર્દીનો આરંભ કરવા માટે આ અતિ ઉત્તેજક સમય છે અને અત્યારે ભારત એ સ્થાને છે ત્યારે તમે જીવનભરની તક માટે સજ્જ છો. તમે અહીંથી પ્રાપ્ત કરેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટથી લઈને વ્યૂહાત્મક વિચારસરણી સુધી અને જટિલ કાયદાકીય માળખાને સમજવાથી લઇને નાણાકીય અને વિશ્લેષણાત્મક તકનીકોમાં નિપુણતા મેળવવા સુધીના કૌશલ્યો અને જ્ઞાન સાથે આપ સહુને આવતીકાલના અગ્રણી અને સંશોધકો બનવા માટે સજ્જ કર્યા છે. એમ તેમણે કહ્યું હતું.

માળખાગત શિક્ષણ અને સંશોધનમાં શ્રેષ્ઠતા તરફ અદાણી ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર મેનેજમેન્ટ (AIIM)ની સફરમાં ૭મો દીક્ષાંત સમારોહ એક ઉત્સાહપ્રેરક સીમાચિહ્નરૂપ છે.સંસ્થા અદાણી યુનિવર્સિટી હેઠળ તેની વિરાસત ચાલુ રાખવા અને સતત વિકસતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ માટે ભાવિ અગ્રણીઓનું ઘડતર કરવા આતુર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.