આદિપુરુષના સોન્ગ ‘જય શ્રી રામ’ રિલીઝના ૨૪ કલાકમાં જ બનાવ્યો રેકોર્ડ
પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષની રિલીઝને લઇને ખૂબ ચર્ચા થઇ રહી છે
મુંબઈ, ફિલ્મ આદિપુરુષ જલ્દી જ થિયેટર્સમાં રિલીઝ થવા જઇ રહી છે. પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મનું પહેલું સોન્ગ જય શ્રીરામ શનિવારે રિલીઝ થયું. ફેમસ મ્યુઝિક કંપોઝર અજય અને અતુલે આ સોન્ગને એક લાઇવ ઓર્કેસ્ટ્રા સાથે રિલિઝ કર્યુ. આ સોન્ગના લિરિક્સ અને મ્યુઝિકે લોકોના દિલ જીતી લીધાં છે. Adipurush Jai Shri Ram Song
તેવામાં સોશિયલ મીડિયા પર પણ બસ આ જ સોન્ગની ચર્ચા છે. આ વચ્ચે આ સોન્ગે એક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. આ સોન્ગનો વીડિયો યુટ્યુબ પર પાછલા ૨૪ કલાકમાં સૌથી વધુ વખત જાેવામાં આવનાર વીડિયો બની ગયો છે. રિપોર્ટ્સ અનુસાર આદિપરુષનું સોન્ગ જય શ્રી રામ ખૂબ જ ચર્ચામાં છે.
“थरथराये धरा जो धनुष ले के आता है तू..
जो असंभव को संभव करे वो विधाता है तू”Full Song Out Now 👉 https://t.co/pXvjTIIvAQ#Adipurush #JaiShriRam #JaiBajrangBali #manojmuntashir #ManojMuntashirShukla pic.twitter.com/S2yprgqkiI
— Manoj Muntashir Shukla (@manojmuntashir) May 20, 2023
આ સોન્ગનો વીડિયો યુટ્યુબ પર પાછલા ૨૪ કલાકમાં સૌથી વધુ વખત જાેવાનાર વીડિયો બની ગયો છે. દ્ભુર્હ્વિ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આદિપુરુષને ૨૬,૨૯૧,૨૩૭ અને ૪૮૪,૧૮૬ લાઇક્સ મળ્યા છે. આ સોન્ગે અક્ષય કુમારના સોન્ગ ક્યા લોગે તુમ’ને પણ પાછળ છોડી દીધું છે. તેવામાં હવે પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષની રિલીઝને લઇને ખૂબ ચર્ચા થઇ રહી છે.
ફિલ્મના પોસ્ટર અને ટ્રેલર બાદ હવે તેનું પહેલું સોન્ગ પણ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ સોન્ગને હિન્દી ઉપરાંત તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવ્યું છે. મનોજ મુંતશિરે સોન્ગના લિરિક્સ લખ્યાં છે અને તેનું રૂંવાડા ઉભા કરી દે એવું મ્યુઝિક હિટ જાેડી અજય-અતુલે આપ્યું છે.
The Biggest STRENGTH of #JaiShriRam is that it's not just a song, but it becomes 'Aarti' of #Adipurush. 🏹
This Song Wil Live Beyond This Film, as 'BHAJAN of Prabhu Ram.
It's just not lyrics, it is a prayer of devotee from a true Bhakt of Ram @manojmuntashir 🙏… pic.twitter.com/hfqjQytK2j
— Ashwani kumar (@BorntobeAshwani) May 20, 2023
ઓમ રાઉતના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ આદિપુરુષ સંસ્કૃત મહાકાવ્ય રામાયણ પર આધારિત છે. આ ફિલ્મ ૧૬ જૂને રિલીઝ થવાની છે. જાે કે આ ફિલ્મ રિલીઝ થઇ ગઇ હોત પરંતુ ખરાબ સીજીઆઇ અને વીએફએક્સના કારણે મેકર્સે ફિલ્મની રિલીઝ ટાળી દીધી હતી.
જેથી તેમાં સુધારા કરી શકાય. ફિલ્મના પોસ્ટ્સથી લઇને ટ્રેલરની પણ ખૂબ જ ચર્ચા થઇ રહી છે. ખાસ વાત એ છે કે તેનું ટ્રોલર પણ ૨૪ કલાકમાં સૌથી વધુ વખત જાેવાનાર હિન્દુ ટ્રેલર બની ગયું હતું. હાલ ફેન્સ આ ફિલ્મીની રિલીઝની આતુરતાથી રાહ જાેઇ રહ્યાં છે.ss1