નમાજ બાદ મસ્જિદમાં સૂતેલા યુવકને છરીના ઘા ઝીંકી મોબાઈલ ફોન લૂંટીને બે શખ્સ ફરાર
દરિયાપુરની શક્કરખાં મસ્જિદમાં લૂંટની ઘટના ઃ પોલીસ દ્વારા બંને લૂંટારાની શોધખોળ જારી
(એજન્સી)અમદાવાદ, શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી શક્કરખાં મસ્જિદમાં લૂંટની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા ગઈ છે. પવિત્ર રમજાન મહિનો હોવાથી લોકો નમાજ પઢવા માટે સવારે મસ્જિદમાં જાયછે ત્યારે દરિયાપુરમાં રહેતો એક યુવક પણ નમાજ પઢવા માટે ગયો હતો. નમાજ પઢ્યાબાદ યુવક મસ્જિદમાં સૂઈ ગયો હતો ત્યારે મોઢા પર રૂમાલ બાંધીને બે શખ્સ આવ્યા હતા.
મસ્જિદમાં આવતાંની સાથે જ યુવકને લાત મારી ઉઠાડ્યો હતો અને બાદમાં તેના પર છરી વડે હુમલો કરીને બે મોબાઈલ ફોન લૂંટી લીધા હતા. યુવકના પગમાં તેમજ હાથમાં છરીના ઘા ઝીંકીને બંને શખ્સ મોબાઈલ લૂટીને ફરાર થઈ ગયા હતા.
દરિયાપુર વિસ્તારમાં આવેલા શક્કરખાં મસ્જિદની ગલીમાં રહેતા મહંમદ સોહેલ મન્સુરીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં બે શખ્સ વિરુદ્ધ લૂંટની ફરિયાદ ક રી છે. મહંમદ સોહેલ તેના માતા-પિતા, ત્રણ ભાઈઅને ભાભી સાથે રહે છે અને કાલુપુર ખાતે ડિસ્પોઝેબલ કાપડનો ધંધો કરે છે. બપોરે બાર વાગ્યાથી રાતે દસ વાગ્યા સુધી સોહેલ ધંધા પર હાજર હોયછે.રમજાન મહિનો હોવાથી મસ્જિદમાં લોકો નમાજ પઢવા માટે જાય છે ત્યારે સોહેલ પણ સવારે સાત વાગે સક્કરખાં મસ્જિદમાં ગયો હતો.
સોહેલને ઉંઘ આવી જતાં તે મસ્જિદમાં સૂઈ ગયો હ તો. મહંમદ સોહેલ સૂઈ રહ્યો હતો ત્યારે તેણે પોતાનો એક મોબાઈલ ઝભ્ભાના ખિસ્સામાં રાખ્યો હતો જ્યારે બીજો ફોન સાઈડમાં મુક્યો હતો. મહંમદ સોહેલ મીટી નીંદર લઈ રહ્યો હતો ત્યારે સવારે નવ વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખ્સ આવ્યા હતા. બંને શખ્સે મહંમદ સોહેલને લાત મારી ઉઠાડ્યો હતો.
મહંમદ સોહેલની આંખ ખૂલી ત્યારે તેની સામે બે શખ્સ હતા. જેમણે મોં પર રૂમાલ બાંધેલો હતો. બંનેના હાથમાં છરી હતી. જે જોઈને સોહેલ ગભારી ગયો હતો. સોહેલ ઉભો થયો ત્યારે એક શખ્સે તેના પર હુમલો કરીને બંને પગના ઢીંચણના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો.
બીજા શખ્સે પણ સોહેલના હાથમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો.સોહેલ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયો હતો. સોહેલે મસ્જિદમાં મૂકેલો મોબાઈલ લીધો ત્યારે બંને શક્સે મોબાઈલને ઝૂંટવી લીધો હતો. આ સિવાય તેના ખિસ્સામાં રહેલો મોબાઈલ ફોન પણ લૂંટી લીધો હતો. બંને શખ્સો મોબાઈલ લૂંટીને નાસી ગયા હ તા જ્યારે ઈજાગ્રસ્ત સોહેલ મસ્જિદના હોજ પાસે બેઠેલા એક યુવક પાસે લોહિયાળ હાલતમાં પહેંચ્યો હતો.
સોહેલે યુવકને કહ્યુ હતું કે બાજુમાં મારું ઘર છે કોઈને બોલાવીને લઈ આવો. સોહેલને લોહીલુહાણ હાલતમાં જોઈને તેનો મિત્ર દોડી આવ્યો હતો અને તરત જ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઘટનાની જાણ દરિયાપુર પોલીસને થતાં તેતાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સોહેલની ફરિયાદના આધારે બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ લૂંટનો ગુનો દાખળ કર્યાે છે.દરિયાપુર પોલીસે બંને લૂંટારા કોણ હતા તે શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.