Western Times News

Gujarati News

Ahmedabad Aiport:FASTag કાર પાર્કિંગની સુવિધા આખરે શરૂ કરાશે

અમદાવાદ, શહેરના Sardar Vallabhbhai Patel International Airport પરથી પસાર થવું તથા આ દરમિયાન પાર્કિંગની તકલીફો અને કતારોમાં રાહ જાેવામાં થોડી સરળતા રહેશે.

Mumbai Airportની જેમ શહેરના એરપોર્ટને પણ ટૂંક સમયમાં ફાસ્ટટેગ -સક્ષમ કાર પાર્કિંગની સુવિધા મળવા જઈ રહી છે. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે પાર્કિંગ ફાસ્ટટેગની સુવિધા આ મહિને જ રજૂ કરવામાં આવશે. નવી સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે તે સમજાવતા સૂત્રોએ જણાવ્યું કે નવી પાર્કિંગ સિસ્ટમ ફાસ્ટટેગ અનેબલ્ડ ટોલ ગેટ્‌સની જેમ જ કામ કરશે.

જ્યારે કાર એરપોર્ટ પાર્કિંગ સુવિધામાં પ્રવેશે ત્યારે તેને એક્સેસ-બેરિયરમાંથી પસાર થવું પડશે અને કાર પર લગાવેલા ફાસ્ટટેગ સ્કેન કરવામાં આવશે. Ahmedabad Aiport: FASTag car parking facility will be launched finally

બાદમાં, જ્યારે મુસાફરો કાર લઈને બહાર નિકળે છે ત્યારે તેમના એન્ટ્રી અને એક્ઝિટ વચ્ચે જે સમય લાગ્યો છે તેના આધારે પાર્કિંગના નિયમો પ્રમાણે લાગુ થતી ફી કારના ફાસ્ટટેગ એકાઉન્ટમાંથી સીધી ડેબિટ કરવામાં આવશે.

ડિસેમ્બરમાં જ મુંબઈ એરપોર્ટ પર આવી જ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. ફાસ્ટટેગ-સક્ષમ પાર્કિંગ સિસ્ટમ એસવીપીઆઈ એરપોર્ટના મોટા પાર્કિંગ ઓટોમેશન પ્રોજેક્ટનો એક ભાગ છે.

ફાસ્ટટેગ-સક્ષમ પાર્કિંગ સિસ્ટમ કેશલેસ વ્યવહારોને સક્ષમ કરશે અને પાર્કિંગની જગ્યામાં પ્રવેશવા અને બહાર નીકળવા માટેનો ટર્નઅરાઉન્ડ ટાઈમ અને પાર્કિંગમાં રાહ જાેવાનો સમય ઘટાડશે. તે એરપોર્ટ પર પાર્કિંગ ચેકપોઇન્ટ પર વાહનોની લાંબી લાઈનો ઘટાડવામાં પણ મદદ કરશે. ઓછા મેન પાવર તથા પરિવહનમાં સુવિધા મળી રહે તથા ઝડપથી ટ્રાફિકની લાઈનો ઓછી થાય તેના માટે આ સુવિધા ઉભી કરવાનો વિચાર ચાલી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે તાજેતરમાં SVPI એરપોર્ટ ઓપરેટર ખાનગી/કોમર્શિયલ/એસયુવી કારને ૩૦ મિનિટ માટે પાર્ક કરવા માટે ઓછામાં ઓછા રૂ. ૯૦ ચાર્જ કરે છે. ટેમ્પો અથવા મિનિબસ માટે તે જ રૂ. ૩૦૦ અને કોચ અથવા બસ માટે રૂ. ૫૦૦ છે.

પાર્કિંગનો સમયગાળો લંબાય તેમ ચાર્જ વધતો જાય છે. એસવીપીઆઈ એરપોર્ટ પર એક દિવસમાં ઓછામાં ઓછા ૩૭,૦૦૦ મુસાફરોની અવરજવર રહે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ખાનગી અને કોમર્શિયલ વાહનો સહિત અંદાજિત ૧૫,૦૦૦ કાર દરરોજ શહેરના એરપોર્ટ પરથી પસાર થાય છે. સંબંધિત સત્તાવાળાઓ પાર્કિંગ માટે પ્રી-પેમેન્ટ વિકલ્પ લાગુ કરવા અંગે પણ વિચારણા કરી રહ્યા છે.

એક સૂત્રએ જણાવ્યું કે જાે ગ્રાહકો ફાસ્ટટેગ વિકલ્પનો લાભ લેતા નથી, તો બહાર નીકળતા પહેલા, તેઓ ઊઇ કોડ પણ સ્કેન કરી શકે છે અને તેમના પાર્કિંગ સમયગાળા માટે પ્રી-પેમેન્ટ પણ કરી શકે છે. આ રીતે, મુસાફરો સીધા જ એરપોર્ટમાંથી બહાર નીકળી શકે છે. એક સિસ્ટમ પર કામ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તેના સ્થાને આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.