નવા કમિશનરની અધિકારીઓને ગર્ભિત ચેતવણી: ચોમાસામાં એક પણ અંડરપાસ બંધ રહેવો ન જોઈએ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/08/Vaishnodevi-underpass-1024x568.jpg)
File Photo
સીટી ઈજનેર વિજય પટેલ વાત વાતમાં ‘કેન્દ્રીય ગૃહમંત્રીનો પ્રોજેકટ છે’ તેવો ઉલ્લેખ કરતા હતા જેના કારણે અમદાવાદના કમિશનરે એ મામલે વધુ સવાલ જવાબ કર્યાં ન હતાં.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા કમિશનર તરીકે એમ. બંછાનીધીપાનીની નિમણુંક થઈ છે તે સમયથી કોર્પોરેશના અધિકારીઓના મુદ્દે ‘સાહેબ’ કહેવા છે ? તેવો એક જ પ્રશ્ન ચાલી રહયો છે હવે છેલ્લા બે દિવસમાં નવા કમિશનરે અધિકારીઓ સાથે ર મીનીટથી ર૦ મીનીટ સુધીની મીટીંગ કર્યા બાદ ‘સાહેબ’ કેવા છે ?
તેનો જવાબ મળી રહયો હોય તેમ લાગે છે. નવનિયુકત મ્યુનિ. કમિશનર પદભાર સંભાળતા પહેલા જ તમામ તૈયારીઓ કરીને આવ્યા હોય તેવુ લાગી રહયું છે અને જુના કમિશનરે ચિત્રેલ કેડી ઉપર જ ચાલશે તેમ માનવામાં આવે છે. પૂર્વ કમિશનરની માફક નવા કમિશનરનો એકમાત્ર એજન્ડા વોટર લોગીંગ સ્પોટ દુર કરવાનો છે.
મ્યુનિ. કમિશનર એમ. બંછાનીધીપાનીનો મુખ્ય એજન્ડા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવાનો રહેશે તેમ લાગી રહયું છે. સુત્રોનું માનીએ તો આ અંગે તેમણે વોટર એન્ડ ડ્રેનેજ વિભાગના અધિકારીઓ સાથે કરેલી મીટીંગમાં સ્પષ્ટ જોવા મળી હતી. મ્યુનિ. કમિશનરે ચોમાસામાં એકપણ અંડરપાસ બંધ ન થવો જોઈએ તેવી ગર્ભિત ચેતવણી અધિકારીઓને આપી છે.
સાથે સાથે વોટર લોગીંગ સ્પોટ દુર કરવા માટેના કોઈપણ કામની ફાઈલમાં અડધી રાતે પણ મારી સહી કરાવી લેવી તેવું આશ્વાસન પણ આપ્યું હતું. મ્યુનિ. કમિશનરે મીટીંગ બોલાવતા પહેલા પૂર્વ કમિશનર કે અન્ય કોઈ જાણકાર વ્યક્તિ પાસેથી રજેરજની માહિતી મેળવી હોય તેવી પણ ચર્ચા ચાલી રહી છે. કારણ કે વેસ્ટર્ન મેઈન ટ્રંક લાઈનના પ્રોજેકશન સમયે તેમણે સીધો સવાલ એ કર્યો કે આનુ કામ મંથરગતિએ કેમ ચાલી રહયું છે.
કમિશનરના આ પ્રશ્નથી અધિકારીઓ પણ એક સમયે અવાક્ થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વોટર-ડ્રેનેજ પ્રોજેકટના અધિકારીઓ સાથે બુધવારે થયેલી મીટીંગ દરમિયાન સીટી ઈજનેર વિજય પટેલ વાત વાતમાં ‘કેન્દ્રીય ગૃહમંત્રીનો પ્રોજેકટ છે’ તેવો ઉલ્લેખ કરતા હતા જેના કારણે કમિશનરે એ મામલે વધુ સવાલ જવાબ કર્યાં ન હતાં.
મ્યુનિ. કમિશનર એમ. બછાનીધીપાનીએ મંગળવારે ઓલિÂમ્પક માટે તૈયાર થયેલ સ્પોર્ટસ સંકુલની મુલાકાત લીધી હતી ત્યારબાદ બુધવાર સાંજે પણ પૂર્વ કમિશનર અને હવે સ્પોર્ટસ સચિવ એમ. થેન્નારસનની સાથે સંયુક્ત મુલાકાત પણ લીધી હતી.
આ અગાઉ મંગળવાર સાંજે તેમણે એનઆરસીપી પ્રોજેકટ માટે પણ સીટી ઈજનેર સાથે મુલાકાત કરી હતી તેમજ આ વિભાગ કોણ સંભાળે છે તેવો પ્રશ્ન કર્યો હતો. તેનો જવાબ અધિકારીઓને મળી ગયો