અમદાવાદ રિવરફ્રન્ટ પર ક્રુઝમાં ચઢતી મહિલા નદીમાં પડી ગઈ
મહિલાને બચાવવા પરિવાર અને બાળકોએ બૂમો પાડી પણ બોટના ચાલકો મહિલાને બચાવવા આવ્યા ન હતા
અમદાવાદ, અમદાવાદીઓના ફેમસ પિકનિક સ્પોટ પર આજે એક દુર્ઘટના બની હતી. અમદાવાદ રિવરફન્ટ પર ક્રૂઝમાં બેસવા જતા મહિલા પાણીમાં ગરકાવ થઈ હતી. ક્રૂઝના સંચાલકની બેદરકારીના કારણે મહિલા નદીમાં પડી ગઈ હતી. જાેકે, ક્રુઝના સંચાલકોએ મહિલાને બચાવવાની પણ તસ્દી ન લીધી. A woman fell accidentally fell down in River front, Ahmedabad
મહિલાને બચાવવા પરિવાર અને બાળકોએ બૂમો પાડી પણ બોટના ચાલકો મહિલાને બચાવવા પણ આવ્યા ન હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે રાત્રે આ ઘટના બની હતી. જેમાં એક મહિલા ક્રુઝ બોટમાં બેસવા જતી હતી ત્યારે નદીમાં પડી હતી.
A woman fell accidentally fell down in River front, Ahmedabad but there was no rescue team available. No safety measures by the govt to help the woman. She survived as she knew swimming but doesn’t this say a lot about the management at #riverfront?#Gujarat pic.twitter.com/VMuMsi2Ff0
— Janvi Sonaiya (@JanviSonaiya) October 29, 2022
બન્યું એમ હતું કે, પ્લેટફોર્મ અને ક્રુઝ બોટ વચ્ચે અંતર વધુ હોવાને કારણે મહિલા સીધી પાણીમાં જ પડી હતી. આ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને મહિલાને પાણીમાંથી તરત બહાર કાઢી હતી. આમ, મહિલાનો જીવ બચી ગયો હતો. જાેકે
, મહિલા નદીમાં પડતા જ ક્રુઝ બોટના સંચાલકો કે કર્મચારીઓ કોઈ મદદે આવ્યા ન હતા. જાે ક્રુઝના ચાલકે અંતર યોગ્ય રાખ્યુ હોત તો આ બનાવ બન્યો ન હોત. તેમજ મહિલાની મદદે પણ કોઈ આવ્યુ હતું. જાેકે, ક્રૂઝમાં બેસતા મહિલા પાણીમાં પડી જાય છે તેનો વીડિયો સ્થાનિકોએ ઉતારીને વાયરલ કર્યો છે.