Western Times News

Gujarati News

અમદાવાદના રસ્તા પર કાર્તિક આર્યન ફરવા નિકળ્યો

કાર્તિક આર્યનની ફિલ્મ સત્યપ્રેમ કી કથા ને સમીર વિદ્રાંસ નિર્દેશિત કરી રહ્યા છે અને આ એક લવ ડ્રામા છે

અમદાવાદ,  કાર્તિક આર્યન બોલીવુડના શાનદાર અભિનેતા છે, જે પોતાની દમદાર એક્ટિંગ સાથે-સાથે કૂલ અંદાજ માટે પણ જાણિતા છે. થોડા દિવસો પહેલાં અભિનેતાએ ભૂલ ભુલૈયા ૨ થી બોક્સ ઓફિસ પર તહેલકો મચાવ્યો હતો અને હવે કાર્તિક પોતાની નવી ફિલમ સત્યપ્રેમ કી કથા ના શૂટિંગમાં વ્યસ્ત છે.

હાલમાં કાર્તિક અમદાવાદમાં છે અને અહીં પોતાના ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. પરંતુ અહીંયા અભિનેતાને જાેઇને ફેન્સ ઘેલા થઇ ગયા છે, જેની એક ઝલક કાર્તિક આર્યને બતાવી છે. જાેકે કાર્તિક આર્યને પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જે અમદાવાદની ગલીઓનો છો. આ વીડિયોમાં જાેઇ શકાય છે કે કાર્તિકની પાછળ મોટી સંખ્યામાં લોકો દોડી રહ્યા છે. આ દરમિયાન બધાના મોઢાઅ પર બસ એક જ નામ છે તે કાર્તિક-કાર્તિક છે.

આ અવસર પર કાર્તિક આર્યનના ચહેરા પર એક સ્માઇલ છે પરંતુ આ ભીડ સંભાળવા માટે અભિનેતાની સિક્યોરિટી માટે ખુબ મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ કાર્તિક આર્યન પર પોતાની કારમાં બેસી જાય છે. અમદાવાદ જવા માટે કાર્તિક આર્યન જ્યારે મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યા તો તેમનો કુલ લુક જાેવા મળ્યો. તે ડેનિમ જેકેટ અને એક બેગ સાથે જાેવા મળ્યા.

આ દરમિયાન ત્યાં હાજર ફેન્સે તેમની સાથે સેલ્ફી લીધી અને તેમને પણ કોઇને નિરાશ ન કર્યા. તમને જણાવી દઇએ કે નડિયાદવાલા પ્રોડક્શન હેઠળ બની રહેલી આ મ્યૂઝિકલ લવસ્ટોરી ૨૯ જૂન ૨૦૨૩ માં રિલીઝ થશે. ફિલ્મ સત્યપ્રેમ કઈ કથા ને સમીર વિદ્રાંસ નિર્દેશિત કરી રહ્યા છે અને આ એક લવ ડ્રામા છે.

ફિલ્મમાં ફરી એકવાર કાર્તિકના અપોઝિટ કિયારા અડવાણી જાેવા મળશે. કિયારા આ પહેલાં તેમને સાથે ભૂલ ભૂલૈયા ૨ માં જાેવા મળી હતી. બંનેની કેમિસ્ટ્રીને જાેતાં ફરી એકવાર બંનેને સાથે સાઇન કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.