Western Times News

Gujarati News

અજય દેવગણ ફરી એકવાર દરોડા પાડવા આવી રહ્યો છે

મુંબઈ, દ્રશ્યમ ૨ની સફળતા બાદ અજય દેવગણ ફરી એકવાર ફિલ્મી પડદે ધમાલ મચાવવા તૈયાર છે. અજય દેવગણ ફિલ્મ રેડ ૨ લઈને આવી રહ્યો છે.

માર્ચ ૨૦૧૮માં રિલીઝ થયેલી રેડએ બોક્સઓફિસ પર ધમાલ મચાવી હતી. સફળ ફિલ્મોની સિક્વલ લઈને આવવી તે આજકાલ નવાઈની વાત નથી. કેટલાય ફિલ્મમેકર્સ ફિલ્મ હિટ રહ્યા બાદ તેની સિક્વલ લઈને આવે છે અને આ યાદીમાં હવે રેડનું નામ જાેડાયું છે. કુમાર મંગતે દીકરા અભિષેક પાઠક સાથે મળીને રેડ પ્રોડ્યુસ કરી હતી તેઓ જ હવે ફિલ્મનો બીજાે ભાગ લઈને આવી રહ્યા છે.

રાજકુમાર ગુપ્તા ફરી એકવાર ફિલ્મની ડાયરેક્શનની કમાન સંભાળશે. ‘રેડ’માં અજય દેવગણ, ઈલિયાના ડિક્રૂઝ અને સૌરભ શુક્લા મહત્વના રોલમાં હતા. ફિલ્મની વાર્તા ઓફિસર અમય પટનીક (અજય દેવગણ)ની આસપાસ ફરતી હતી. તેની ટ્રાન્સફર લખનૌમાં ડેપ્યુટી કમિશનર ઓફ ઈનકમ ટેક્સ તરીકે થઈ હતી. લખનૌમાં અમય પોતાની પત્ની માલિની (ઈલિયાના ડિક્રૂઝ) સાથે રાજી-ખુશીથી રહેતો હતો.

એક દિવસ તેને બાતમી મળે છે કે, સીતાગઢના ડોન અને સાંસદ રામેશ્વર સિંહે (સૌરભ શુક્લા) લાંબા સમયથી ટેક્સ ભર્યો નથી. જે બાદ અમય તેમના ઘરે રેડ પાડે છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘રેડ’ ૪૦ કરોડના બજેટમાં બની હતી અને વર્લ્ડવાઈડ ૧૫૦ કરોડ રૂપિયા કમાણી કરી હતી.

વર્કફ્રંટની વાત કરીએ તો, અજય દેવગણ હવે ‘ભોલા’, ‘મેદાન’, ‘સિંઘમ ૩’માં જાેવા મળશે. તબ્બુ સાથેની ફિલ્મ ‘ભોલા’ માર્ચ ૨૦૨૩માં રિલીઝ થવાની છે.

જ્યારે પ્રિયમણિ સાથેની ફિલ્મ ‘મેદાન’ મે ૨૦૨૩માં રિલીઝ થશે. રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ’ અને ‘સિંઘમ ૨’ની સફળતા બાદ અજય દેવગણ ફરીથી ભાલેરાવ સિંઘમના રોલમાં દેખાશે. થોડા સમય પહેલા જ આપેલા ઈન્ટરવ્યૂમાં રોહિત શેટ્ટીએ જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૨૩માં તેઓ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.