અજય દેવગનનું શૈતાનનું ડરામણું પોસ્ટર રિલીઝ
મુંબઈ, બોલિવૂડ એક્ટર અજય દેવગનની અપકમિંગ હોરર Âથ્રલર ફિલ્મ ‘શૈતાન’ને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આ મુવી આગામી મહિને મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે. થોડા દિવસો પહેલાં ‘શૈતાન’ મુવીનું ટીઝર લોન્ચ કર્યો હતુ. આ ટીઝરને લોકોએ ખૂબ પસંદ કર્યુ હતુ.
હવે અજય દેવગને ‘શૈતાન’ મુવીના ટ્રેલરની પણ રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. આ સાથે ફિલ્મના લેટેસ્ટ પોસ્ટની ઝલક બતાવવામાં આવી છે.
અજય દેવગને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘શૈતાન’નું એક નવુ પોસ્ટર શેર કર્યુ છે, જેમાં આર માધવન અને અજય દેવગનનો અડધો-અડધો ચહેરો જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં અજય દેવગન ડરેલો જોવા મળી રહ્યો છે. જ્યારે આર માધવનના ખુંખાર લુકે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધુ છે.
‘શૈતાન’નું નવુ પોસ્ટર શેર કરતા અજય દેવગને ટ્રેલરની રિલીઝ ડેટની જાણકારી આપી છે. અજય દેવગને કેપ્શનમાં લખ્યુ છે કે..જલદી હી શુરુ હોગી અચ્છાઇ ઔર બુરાઇ કી અસલી જંગ..શૈતાનનું ટ્રેલર કાલે એટલે કે ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ રિલીઝ થશે. શૈતાનમાં એક્ટ્રેસ જ્યોતિકા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં આર માધવનનો ખુંખાર ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મના ડાયરેક્ટર વિકાસ બહલ છે અને આમાં અજય દેવગન લીડ રોલ પ્લે કર્યુ છે અને સાથે પ્રોડ્યુસર પણ છે. શૈતાન જિયો સ્ટૂડિયોઝ, અજય દેવગન ફિલ્મ્સ અને પેનોરમા સ્ટૂડિયોઝ ઇન્ટરનેશનલની પ્રસ્તુતિ છે અને આ દેવગન, જ્યોતિ દેશપાંડે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક દ્રારા નિર્મિત છે. આ ૮ માર્ચના રોજ રિલીઝ થશે. અજય દેવગનની આ વર્ષે બેક ટુ બેક અનેક ફિલ્મો રિલીઝ થશે.
આ દિવસોમાં સિંઘમ અગેનના પ્રોડક્શનમાં વ્યસ્ત છે જેનું નિર્દેશન રોહિત શેટ્ટી કરી રહ્યા છે. સિંઘમ એક ફેમસ ફ્રેન્ચાઇઝ છે જેના અત્યાર સુધીમાં બે પાર્ટ બનીને રિલીઝ થઇ ગયા છે. બન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ સિવાય અજય દેવગનની પાસે મૈદાન, ઔરોં મેં કહાં દમ થા, રેડ ૨, સન ઓફ સરદાર ૨, ધમાલ ૪ જેવી ફિલ્મો છે. આ ફિલ્મો એક પછી એક મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે.SS1MS