અક્ષય-ટાઇગરના એક્શન સીન જોઇને રૂંવાડા ઉભા થઇ જશે
મુંબઈ, અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું દમદાર ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આખરે ફેન્સના આતુરતાનો અંત આવી ગયો છે. સોશિયલ મિડીયામાં આ ટ્રેલર આવતાની સાથે છવાઇ ગયુ છે. ફેન્સ આ મુવીને લઇને સુપર એક્સાઇટેડ છે.
ટ્રેલર અનુસાર ‘બડે મિયાં છોટે મિયાં’માં અક્ષય કુમાર બડે મિયાં અને ટાઇગર શ્રોફ છોટે મિયાં છે જેમનો એક્શન અવતાર જોઇને તમારા રૂંવાડા ઉભા થઇ જશે. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની અપકમિંગ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ રિલીઝ થવા માટે તૈયાર છે.
ફિલ્મના પ્રમોશન માટે એક્ટર્સ અનેક ઘણી તૈયારીઓમાં લાગી ગયા છે. થોડા દિવસ પહેલાં મેકર્સે ટાઇટલ ટ્રેક રિલીઝ કર્યુ હતુ જે એક પાર્ટી એન્થમ થીમ હતુ. જો કે ત્યારબાદ મેકર્સે નવુ સોન્ગ રિલીઝ કર્યુ હતુ. આ ગીતમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફના ડાન્સ સ્ટેપ્સ જોઇને તમે ખુશ થઇ જશો.
આ ગીતનું નામ મસ્ત મલંગ ઝૂમ છે. આ ગીત રિલીઝ થતાની સાથે સોશિયલ મિડીયામાં છવાઇ ગયુ હતુ. ટ્રેલરમાં રોનિત રોયે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફને કમાન્ડિંગ ચીફના રૂપમાં બતાવ્યા છે જે દુશ્મનને હરાવવા માટે એમના સૌથી સારા અધિકારીઓ અક્ષય અને ટાઇગરને નિયુક્ત કરે છે.
આ સિવાય ટ્રેલરમાં એક-એક સીન હટકે છે. માનુષી પણ આ મિશનમાં અક્ષય અને ટાઇગરનો સાથ આપવાની છે. આ સિવાય સોનાક્ષી સિન્હાને એક રોબોટના રૂપમાં બતાવવામાં આવી છે. આ ફિલ્મને અલી અબ્બાસ જફરે નિર્દેશિત કરી છે.
પૂજા એન્ટરટેનમેન્ટ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મમાં અલાયા એફ, સોનાક્ષી સિન્હા અને માનુષી છિલ્લર પણ છે. આ ફિલ્મમાં એક સાથે ત્રણ હસીનાઓનો તડકો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે છેલ્લે અક્ષય કુમાર મિશન રાનીગંજમાં જોવા મળ્યો હતો.
આ વર્ષે અક્ષય કુમારની ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થઇ. આમાં સેલ્ફી અને ઓહ માય ગોડ ૨ શામેલ છે. સેલ્ફી પડદા પર કંઇ ખાસ કમાલ કરી શકી નહીં, પરંતુ ઓએમજી ૨ને ફેન્સને અઢળક પ્રેમ મળ્યો. આમ, અક્ષય કુમારની આગામી ફિલ્મોની વાત કરીએ તો વેલકમ ટૂ જંગર, હેરા ફેરી ૩ છે.SS1MS