Western Times News

Gujarati News

Alana Pandey ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે

મુંબઈ, આજે એટલે કે તારીખ ૧૪ માર્ચે એક્ટર સોહેલ ખાનના ઘરે બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો જામ્યો છે. મોટી અને પ્રખ્યાત હસ્તીઓ તેના ઘરે હાજરી આપી રહી છે કારણકે ત્યાં અલાના પાંડેની મહેંદી સેરેમની થઈ રહી છે.

ચિક્કી પાંડે અને ડેની પાંડેની દીકરી અલાના પાંડેના લગ્ન પહેલાંની વિધિ અભિનેતા સોહેલ ખાનના ઘરે રાખવામાં આવી છે. અલાના તેના બોયફ્રેન્ડ આઇવર મેક્રે સાથે લગ્ન કરવા જઈ રહી છે. ત્યારે નજીકના મિત્ર સોહેલ ખાને આ સમારોહ પોતાના ઘરે રાખ્યો છે, જ્યાં ઘણાં પ્રખ્યાત લોકો આવી પહોંચ્યા છે.Alana Pandey Mehndi Ceremony

 

View this post on Instagram

 

A post shared by Alanna Panday (@alannapanday)


એવું કહેવામાં આવી રહ્યું છે કે ચિક્કી અને સોહેલ ખૂબ જ નજીકના મિત્રો છે, તેથી તેમના ઘરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અલાના પાંડેએ તેની મહેંદીમાં ફ્લોરલ લહેંગા પહેર્યો છે. તે તેની માતા સાથે આવી પહોંચી હતી. આ ખાસ અવસર પર અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ પણ તેના બોયફ્રેન્ડ સાથે જાેવા મળી હતી.

આ સિવાય માતા ડેની પાંડેએ પણ પોતાનો ચાર્મ ફેલાવ્યો હતો. આ સાથે સલમાન ખાનના પરિવારના લોકો પણ આવ્યા હતા. અનન્યા પાંડે પણ માતા ભાવના પાંડે સાથે અલાના પાંડેના પ્રી-વેડિંગ ફંક્શનમાં જાેવા મળી હતી. બંને પરંપરાગત પોશાકમાં જાેવા મળ્યા હતા.

બાબા સિદ્દીકી, ઝિશાન સિદ્દીકી અને તેમના મિત્રો પણ અલાના પાંડેના ફંક્શનમાં દેખાયા હતા. બધાએ પેસ્ટલ રંગના પરંપરાગત પોશાક પહેર્યા હતા. બોબી દેઓલ તેની પત્ની તાન્યા દેઓલ સાથે તેના ‘આશ્રમ’ લૂકમાં પણ જાેવા મળ્યો હતો. અલાના પાંડે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની કઝિન છે. તે વ્યવસાયે ડિજિટલ ક્રિએટર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ૧ મિલિયન ફોલોઅર્સ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.