Western Times News

Gujarati News

South Africaમાં ફેમિલી હોલિડે પર કરીના કપૂર

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હાલ વેકેશન પર છે. કરીના પોતાના પતિ સૈફ અલી ખાન તેમજ બંને દીકરાઓ તૈમૂર અને જેહ અલી ખાન સાથે હોલિડે માણવા માટે ઉપડી ગઈ છે. સોમવારે વહેલી સવારે કરીના કપૂર તેના પતિ અને બાળકો તેમજ તેમની આયાઓ સાથે મુંબઈ એરપોર્ટ પર જાેવા મળી હતી.

Kareena Kapoor on a family holiday in South Africa

હવે કરીનાએ હોલિડે ડેસ્ટિનેશન પરથી પહેલી તસવીર શેર કરી છે. કરીના કપૂર પરિવાર સાથે સાઉથ આફ્રિકા પહોંચી છે. કરીના કપૂરે એક વાઈલ્ડલાઈફ પાર્કમાંથી સૈફ અને તૈમૂર-જેહની તસવીર શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફેમિલી હોલિડેની તસવીર શેર કરતાં કરીનાએ લખ્યું, એડવેન્ચર શરૂ થયું છે.

 

 

 

તારા પર ઈશ્વરની કૃપા રહે આફ્રિકા. તસવીરમાં જાેઈ શકો છો કે, સૈફ અલી ખાને બ્લૂ રંગનું ટી-શર્ટ પહેર્યું છે અને તે કેમેરા સામે જાેઈને પોઝ આપી રહ્યો છે. જ્યારે તેના દીકરાઓ તૈમૂર અને જેહ પાછળ જિરાફ જાેવામાં વ્યસ્ત જાેવા મળી રહ્યા છે. જેહે બ્લેક પેન્ટ અને સ્ટ્રાઈપ્સવાળું ટી-શર્ટ પહેર્યું હતું જ્યારે તૈમૂર ગ્રે ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં જાેવા મળી રહ્યો છે.

કરીનાએ બીજી એક તસવીર શેર કરી છે જેમાં તે અને જેહ ચાલતા જાેવા મળી રહ્યા છે. ફોટો શેર કરતાં તેણે લખ્યું, મારા દીકરા સાથે જંગલમાં. સોમવારે કરીના કપૂર અને તૈમૂર અલી ખાન એરપોર્ટ પર આવ્યા ત્યારે એકદમ સરખા કપડા પહેરીને આવ્યા હતા.

બંનેએ વ્હાઈટ ટી-શર્ટ, બ્લેક પેન્ટ અને ગ્રે જેકેટ પહેર્યા હતા. મા-દીકરાના આ લૂકની ખાસ્સી ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, કરીના કપૂર અને સૈફ અલી ખાને ગત મહિને જ નાના દીકરા જેહનો બીજાે બર્થ ડે ઉજવ્યો હતો. જેહ અને તૈમૂર વચ્ચે ઉંમરનો ચાર વર્ષનો તફાવત છે. તૈમૂર છ વર્ષનો છે. વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર હવે હંસલ મહેતાની ફિલ્મમાં જાેવા મળશે. આ સિવાય તે સુજાેષ ઘોષની આગામી ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં દેખાશે. ઉપરાંત રિયા કપૂરની ફિલ્મ ‘ધ ક્રૂ’માં કરીના ક્રિતી સેનન અને તબ્બુ સાથે જાેવા મળશે. સૈફની વાત કરીએ તો, તે ફિલ્મ ‘આદિપુરુષ’માં પ્રભાસ અને ક્રિતી સેનન સાથે જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.