Western Times News

Gujarati News

Oscar95:મોર્ગન ફ્રીમેને પહેરેલું બ્લેક ગ્લવ ચર્ચામાં રહ્યું

મુંબઈ, જાણીતા અમેરિકન એક્ટર મોર્ગન ફ્રીમેન ૯૫મા ઓસ્કર અવોર્ડમાં જાેવા મળ્યા હતા. વોર્નર બ્રધર્સ સ્ટુડિયોના ૧૦૦ વર્ષની ઉજવણી માટે તેઓ માર્ગોટ રોબીને લઈને સ્ટેજ પર આવ્યા હતા. એ દરમિયાન તેમના એક હાથમાં કાળા રંગનું ગ્લવ જાેવા મળ્યું હતું.

જેની સોશિયલ મીડિયા અને મીડિયામાં ખાસ્સી ચર્ચા થઈ હતી. કેટલાકે ગ્લવને ફેશનમાં ખપાવી દીધું હતું. પરંતુ એક્ટરે એક હાથમાં કાળા રંગનું ગ્લવ કેમ પહેર્યું હતું તે જાણીને ભારે અચરજ થશે સાથે જ દુઃખનો એક સિસકારો પણ નીકળી જશે. હકીકત તો એ છે કે, એક્ટરે ડાબા હાથમાં કમ્પ્રેશન ગ્લવ પહેર્યો હતો. Oscar95: The black glove worn by Morgan Freeman

૨૦૦૮માં મિસિસિપ્પીમાં તેમને ભયંકર કાર એક્સિડન્ટ થયો હતો. તેઓ મોડી રાત્રે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની કાર વારંવાર પલટી ખાઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, તેમને કારમાંથી બહાર કાઢવા માટે હાઈડ્રોલિક કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો.

આ ઘટના દરમિયાન એક્ટર ભાનમાં હતા અને બચાવકાર્ય કરી રહેલા લોકોને હસાવી રહ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી મેડિકલ ટીમે મોર્ગન ફ્રીમેનને ત્યાં જ સારવાર આપવાની કોશિશ કરી હતી પરંતુ તેમની ઈજા એટલી ગંભીર હતી તેમને ૧૦૦ માઈલ દૂર આવેલી હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.

હોસ્પિટલ પહોંચતા ખબર પડી હતી કે, એક્ટરના કેટલાય હાડકા તૂટી ગયા હતા અને તેમનો હાથ બેસાડવા માટે કરવામાં આવેલી સર્જરી ચાર કલાક ચાલી હતી. સાજા થયા પછી એક્ટર ફરીથી કામ તો કરી શક્યા પરંતુ ખભામાં કાયમ માટે દુઃખાવો રહી ગયો અને નર્વ ડેમેજ થઈ હતી.

તેઓ પોતાનો ડાબો હાથ હલાવી નહોતા શકતા જેના કારણે સોજાે ચડવા લાગ્યો હતો. પરિણામે તેમને કોમ્પ્રેશન ગ્લવ પહેરવાની ફરજ પડી હતી.

પોતાની ઈજા વિશે વાત કરતાં ૨૦૧૦માં મોર્ગન ફ્રીમેને એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમની ઈજા ક્યારેય સંપૂર્ણપણે સાજી થઈ નહીં. જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે તેમણે કોઈ જાહેર કાર્યક્રમમાં આ મેડિકલ ડિવાઈસ પહેર્યું હોય. ૨૦૨૨માં કતારમાં યોજાયેલી ફીફા વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીમાં પણ તેઓ કમ્પ્રેશન ગ્લવ પહેરીને આવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.