Western Times News

Gujarati News

ઓનલાઈન મેટાવર્સમાં ૧૬ વર્ષીય કિશોરી સાથે કથિત સામુહિક દુષ્કર્મ

લંડન, વર્ચ્યુઅલ રિયાલિટીની દુનિયામાં સામુહિક દુષ્કર્મનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બ્રિટનમાં ઓનલાઈન મેટાવર્સમાં ૧૬ વર્ષીય કિશોરી સાથે કથિત સામુહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બાદ કિશોરીને મોટો આઘાત લાગ્યો છે.

મળેલા અહેવાલો મુજબ ૧૬ વર્ષીય કિશોરી એક ઇમર્સિવ ગેમમાં વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટનો ઉપયોગ કરી રહી હતી જ્યારે તેના અવતાર પર એક સાથે અનેક પુરુષોના અવતાર દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. કિશોરીએ પોલીસને જણાવ્યું કે મેટાવર્સમાં અન્ય યુઝર્સ દ્વારા તેના અવતાર સાથે યૌન શોષણ અને સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ કિશોરીને માનસિક આઘાત લાગ્યો છે.

આ મામલે બ્રિટીશ અધિકારીઓ કહ્યું કે પીડિતાને ભલે શારીરિક નુકશાન નથી થયું પરંતુ ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક અસરને કાયદાના અમલીકરણ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી રહી છે. યુકેના ગૃહમંત્રી જેમ્સ ક્લેવરલી(હોમ સેક્રેટરી)એ તપાસનું સમર્થન કર્યું છે અને કિશોરીને આપવામાં આવેલા મનોવૈજ્ઞાનિક આઘાતના મહત્વ પર ભાર આપ્યો છે.

ગૃહસચિવે કહ્યું, ‘હું જાણું છું કે આ વાસ્તવિક ન હોવાના કારણે તેને બરતરફ કરવું સરળ છે, કારણ કે તે વાસ્તવિક નથી, પરંતુ આ વર્ચ્યુઅલ દુનિયાનો સંપૂર્ણ મુદ્દો એ છે કે તે વાસ્તવિક લાગે છે. અમે અહીં એક બાળક વિશે વાત કરી રહ્યા છીએ અને એક બાળક જે જાતીય આઘાતમાંથી પસાર થયું છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક અસર ધરાવે છે. તેથી આપણે તેને બરતરફ કરવામાં ખૂબ કાળજી લેવી જાેઈએ.’ SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.