Western Times News

Gujarati News

એક્ટિંગની સાથે-સાથે ડાન્સમાં માહિર છે અનુપમા

મુંબઈ, ટીવી શો ‘અનુપમા’એ રૂપાલી ગાંગુલીને ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રી બનાવી દીધી છે. આ સિરીયલમાં રૂપાલી ગાંગુલી ‘અનુપમા’નો રોલ નિભાવી રહી છે જે પોતાની દમદાર એક્ટિંગથી ઘરે-ઘરે ફેમસ થઇ ગઇ છે. આ સિવાય રૂપાલી ગાંગુલી સોશિયલ મિડીયામાં ફેન્સ સાથે જોડાયેલી રહેવા કોઇને કોઇ વિડીયો તેમજ તસવીરો શેર કરતી હોય છે.

જો કે હાલમાં રૂપાલી ગાંગુલીએ એક એવી પોસ્ટ શેર કરી છે જેના કારણે એ ફરી ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. આ વિડીયોમાં રૂપાલી ગાંગુલી સાડી પહેરીને મસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વાયરલ વિડીયોમાં તમે જોઇ શકો છો કે રૂપાલી ગાંગુલીએ યલો કલરની સાડી પહેરી છે. યલો કલરની સાડીમાં એક્ટ્રેસ ઐશ્વર્યા રાયના ફેમસ ગીત બરસો રે મેઘા સોન્ગ પર ડાન્સ કરી રહી છે.

વિડીયોમાં એનો મસ્ત અંદાજ જોવા મળી રહ્યો છે. આ વિડીયો સામે આવ્યા પછી દરેક લોકો રૂપાલી ગાંગુલીના વખાણ કરી રહ્યા છે. આ ડાન્સ જોઇને દરેક લોકો એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ છે કે..ઉફફ..તમે જેટલા ખૂબસુરત છો એટલો જ ખૂબસુરત તમારો ડાન્સ છે.

જ્યારે બીજા એક યુઝરે લખ્યુ છે કે તમારો ડાન્સ જોઇને મારો દિવસ સુધરી ગયો મેમ. આટલું જ નહીં અન્ય યુઝર્સે તો કોમેન્ટમાં લખ્યુ છે કે ડાંસિગ ડિવા. આ રીતે એક પછી એક એમ અનેક યુઝર્સે કોમેન્ટ કરીને એક્ટ્રેસના ડાન્સના વખાણ કર્યા છે.

આમ, તમને જણાવી દઇએ કે રૂપાલી ગાંગુલીને મોટાભાગના લોકો અનુપમા નામથી જાણતા હોય છે. લાંબા સમય પછી રૂપાલી ગાંગુલીના શોને લોકો પસંદ કરી રહ્યા છે.

આ કારણે શો વર્ષ ૨૦૨૦થી સતત ટીઆરપીમાં નંબર વન બની રહ્યો છે. આ શો માટે રૂપાલી ગાંગુલીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો છે. આમ વાત કરવામાં આવે તો આજે અનુપમા સિરીયલ ઘરે-ઘરે લોકો માટે ફેમસ થઇ ગઇ છે. આ સિરીયલ જોનારો વર્ગ બહુ મોટો છે. જો કે આ સિરીયલ પછી રૂપાલી ગાંગુલીને ખૂબ નામના મળી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.