Western Times News

Gujarati News

અભિનેત્રી જાહન્વી કપૂરનો સાડીમાં ગ્લેમરસ અંદાજ

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂર સોશિયલ મિડીયામાં ખૂબ એક્ટિવ રહે છે. જાહન્વી કપૂર સામાન્ય રીતે એની ગ્લેમરસ તસવીરો અને વિડીયો શેર કરતી રહેતી હોય છે. આમ, એક્ટ્રેસે ફરી સાડી પહેરીને ફોટોશૂટ કરાવ્યુ છે. આ તસવીરો સોશિયલ મિડીયામાં શેર કરી છે. જાહન્વી કપૂરની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

જાહન્વી કપૂરનું આ નવું લેટેસ્ટ ફોટોશૂટ ફેન્સને ઘાયલ કરી દે એવું છે. આ ફોટોશૂટ દરમિયાન એક્ટ્રેસે સેક્રીન બીડેડ સાડી પહેરી છે. સાડી લુકને કમ્પ્લીટ કરવા માટે જાહન્વી કપૂરે વાળ ખુલ્લા રાખ્યા છે. આ લુકમાં જાહન્વી કપૂર છવાઇ ગઇ છે. આમ, આ તસવીરો પર ફેન્સ ફિદા થઇ ગયા છે.

જાહન્વી કપૂરની આ અદાઓ પર ફેન્સ જાતજાતની કોમેન્ટ્‌સ કરી રહ્યા છે. એક ફેને કોમેન્ટ કરતા લખ્યુ છે કે..સ્વર્ગમાંથી ધરતી પર અપ્સરા ઉતરી..જ્યારે બીજા એક ફેને કોમેન્ટ કરતા લખ્યુ છે કે..અપ્સરા જેટલી ખૂબસુરતી. આમ, અનેક લોકોએ જાહન્વી કપૂરના આ નવા ફોટોશૂટ પર કોમેન્ટ્‌સ કરી છે.

જાહન્વી કપૂર સોશિયલ મિડીયામાં સુપર એક્ટિવ છે. ફેન્સ માટે જાહન્વી તસવીરો અને વિડીયો શેર કરતી રહેતી હોય છે. એક્ટ્રેસની અપકમિંગ મુવીની વાત કરીએ તો એની પાસે અનેક ફિલ્મો છે. જાહન્વી કપૂર દેવરા, ફિલ્મ મિસ્ટર એન્ડ મિસેજ માહીમાં નજરે પડશે.

લાસ્ટ ઇયરની વાત કરવામાં આવે તો જાહન્વી કપૂર બવાલમાં વરુણ ધવનની સાથે નજરે પડી હતી. એક્ટ્રેસની આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી.

આમ, વાત કરવામાં એક્ટ્રેસ જાહન્વી કપૂર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇને સતત સોશિયલ મિડીયામાં અપડેટ આપતી રહે છે. આમ, જાહન્વી કપૂર ફેન્સ માટે અવારનવાર વિડીયો અને તસવીરો શેર કરતી હોય છે. આ લેટેસ્ટ વિડીયો અને તસવીરો જોઇને ફેન્સ ખુશ થઇ ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.