વજન વધવાની સાથે સાથે શારીરિક સમસ્યાઓનું જોખમ પણ વધે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/Obesity-1024x683.jpg)
ડાયાબિટીસ ઃ તમે ડાયાબિટીસની સારવાર આહાર, કસરત, ઈન્સ્યુલિન અને દવાના મિશ્રણથી કરી શકો છો. ઈસ્યુલિન તમારા શરીરને ઉર્જાનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. તે તમારા શરીર માટે ઉર્જાનો સંગ્રહ કરવાનું પણ સરળ બનાવે છે, જે ઘણીવાર વજનમાં વધારો કરી શકે છે.
કેટલીક સારવાર તમારા બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે વધુ ખાવાની ઈચ્છા કરી શકે છે. તમારા વજન અને ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે તમારા ડોકટરની સલાહ લો અને તમારા આહાર, કસરત અને ઈન્સ્યુલિનનું સંપૂર્ણ ધ્યાન રાખો.
ઈન્સોÂમ્નયા (અનિંદ્રા) ઃ જે લોકો છ કલાકથી ઓછી ઉંઘ લે છે તેમના શરીરમાં ચરબી વધુ હોય છે. વજન નિયંત્રિતકરવા માટે લગભગ ૮ કલાકની ઉંઘ લેવી જરૂરી છે. ઉંઘના અભાવને કારણે તમારા શરીરમાં કોર્ટિસોલ અને ઈન્સ્યુલિન હોર્મોન્સ મોટી માત્રામાં ઉત્પન્ન થવા લાગે છે, જેનાથી વજન વધી શકે છે. તે હોર્મોન્સ સાથે પણ ગરબડ કરી શકે છે જે ભૂખનો સંકેત આપે છે. આ સ્થિતિ અનિચ્છનીય ફૂડ કેવિંગનું કારણ બને છે, ખાસ કરીને ચરબીયુકત અને ખાંડયુક્ત ખોરાક, આ સ્થિતિમાં વધુ કેલરી લેવાથી શરીરમાં ચરબીનો સંગ્રહ વધે છે.
પોલીસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ ઃ આ સ્થિતિમાં પીરિયડ્સ મિસ થવા લાગે છે, તમારા ચહેરા અથવા શરીર પર વધુ વાળ ઉગી શકે છે અથવા ખીલ થઈ શકે છે. ઓવેરિયન સિસ્ટ પણ વિકસિત થાય છે તેનું સૌથી મોટુ કારણ શરીરમાં એન્ડ્રોજન હોર્મોનનું વધતું લેવલ છે.
સ્ત્રીઓમાં વજન વધી શકે છે કારણ કે આ સ્થિતિમાં શરીર ઈન્સ્યુલિન પ્રત્યે ઓછું સંવેદનશીલ બની જાય છે, આ હોર્મોન તમારા શરીરને બ્લડ સુગરને ઉર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. ડોકટરની સલાહ લો, જે હોર્મોન્સને નિયંત્રિત કરી શકે છે, જે તમને આ સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ કરશે.
હાઈપોથાઈરોડિઝમ ઃ જો થાઈરોઈડ તમારી ગરદમાં એક નાની બટરફલાય આકારની ગ્રંથિ પૂરતા પ્રમાણમાં હોર્મોન્સ ઉત્પન્ન કરવાનું બંધ કરી દે તો તમારું વજન વધવાનું શરૂ થઈ શકે છે તે તમારા વાળને પાતળા કરી શકે છે, તમારી ત્વચાને શુષ્ક બનાવી શકે છે અને તમે શરદી, થાક, કબજિયાત અને હતાશ પણ અનુભવો છો, એક સાધારણ બ્લડ ટેસ્ટ એ પુષ્ટિ કરે છે કે, તમારા હોર્મોનનું સ્તર ઓછું છે કે નહી. આર્ટિફિશિયલ હોર્મોન તમને યોગ્ય મહેસૂસ કરવામાં મદદ કરે છે.
મેટાબોલિક સિન્ડ્રોમ ઃ આ સ્થિતિઓનું એક સમૂહ છે, જે એક સાથે તમને પરેશાન કરી શકે છે. આ સ્થિતિમાં હદયરોગ, સ્ટ્રોક અને ડાયાબિટીસનું જોખમ સૌથી વધુ હોય છે. તમારું બ્લડ પ્રેશર, બ્લડ કોલેસ્ટ્રોલ, બ્લડ સુગર અને શરીરની ચરબી અસ્વસ્થ સ્તરે હોઈ શકે છે.
આ સ્થિતિમાં તમારી કમરની આસપાસ વધતી ચરબી આ સમસ્યાની ગંભીર નિશાની છે. મેટાબોલિક સિન્ડ્રોમનો સામનો કરવા માટે તમારા ડોકટર આહાર અને કસરત તેમજ દવાઓમાં ફેરફારની ભલામણ કરી શકે છે.
ડિપ્રેશન ઃ વજનમાં વધારો, સ્થૂળતા પણ ડિપ્રેશનની શારીરિક આડઅસર છે. આ સમસ્યાથી પીડિત લોકોમાં વારંવાર સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું પ્રમાણ વધુ હોય છે. જેના કારણે તમારા પેટની આસપાસ ચરબી જમા થઈ શકે છે. તમારું વજન વધી શકે છે કારણ કે તમે યોગ્ય ખાવા અથવા કસરત કરવામાં અસમર્થ અનુભવો છો. આ સ્થિતિની સારવાર માટે વપરાતી કેટલીક દવાઓ પણ આ કરી શકે છે.