Western Times News

Gujarati News

પથ્થરમારામાં એકતા કપૂરના બંગલાને નુકસાન પહોંચ્યું

મુંબઈ: એકતા કપૂર દ્વારા ડિરેક્ટેડ એક સીરિઝ વિવાદનું કેન્દ્ર બની છે. આ વખતે એકતા કપૂર પર ભારતીય ઈતિહાસની નાયિકા અહલ્યાબાઈ હોલ્કરને અપમાનિત કરવાનો આરોપ છે. આ જ કારણોસર આશરે ૪૦-૫૦ વ્યક્તિઓનું ટોળું એકતા કપૂરના જુહુ સ્થિત બંગલા તરફ ધસી આવ્યું હતું અને પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં એકતા કપૂરની સંપત્તિને પણ ઘણું જ નુકસાન પહોંચ્યું હતું. આ પથ્થરમારામાં બંગલાની બારીઓને પણ નુકસાન પહોંચ્યુ હતું.

કથિત રીતે વિરોધ પ્રદર્શનનું કારણ લોકોની ‘વર્જિન ભાસ્કર ૨’ નામની વેબ સીરિઝ પરના એક સીન હતો. જેમાં મરાઠા સામ્રાજ્યની મહાન નાયિકા અહલ્યાબાઈ હોલ્કરના નામની હોસ્ટેલમાં સેક્સ રેકેટ ચલાવાતું હોવાનું દર્શાવ્યું છે. આ સીરિઝનું નિર્માણ એકતા કપૂરની ‘ઑલ્ટ બાલાજી  (Alt Balaji telefilms) ટેલિફિલ્મ્સ’ દ્વારા કરવામાં આવ્યું છે.

કથિત રીતે ટોળાએ નેતા અહલ્યાબાઈ હોલ્કરના વંશજના નામના ઉપયોગનો વિરોધ કર્યો હતો. અહલ્યાબાઈ હોલકરના વંશજ ભૂષણસિંહ રાજે હોલ્કરે પ્રોડક્શન હાઉસને આ મુદ્દે સંબોધન કરીને એક પત્ર પણ લખીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે અને આ દ્રશ્યને હટાવીને આ મુદ્દે માફી માગવાની માગણી કરી છે.

એકતા કપૂરે આ મુદ્દે સોશિયલ મીડિયામાં (Social Media) એક પોસ્ટ લખી હતી જેમાં તેણે લખ્યું કે,’એવું મારા ધ્યાનમાં આવ્યું છે કે શો વર્જિન ભાસ્કરમાં એક દ્રશ્ય છે. જ્યાં ‘અહલ્યાબાઈ’ નામની હોસ્ટેલને દર્શાવવામાં આવી છે. તે સમાજના એક ચોક્કસ વર્ગની લાગણી દુભાવે છે. જે દ્રશ્ય તરફ ચોક્કસ વર્ગની લાગણી દુભાઈ છે.

તેમાં ક્યારેય એવો ઉદ્દેશ્ય નહોતો. તે માત્ર પહેલા નામ માટે જ ઉપયોગ કરાયો હતો. છતાં શોના ક્રિએટિવ ડિરેક્ટર દ્વારા તે દ્રશ્યને હટાવવામાં આવ્યું છે. જોકે, હું અને મારી ટીમ તરફથી અજાણતામાં જ ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો માફી માગવા ઈચ્છું છું. મરાઠા નેતાઓની સમૃદ્ધ વિરાસત માટે આપણે દરેક સન્માન કરીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.