Western Times News

Gujarati News

AMA દ્રારા ‘રાષ્ટ્રીય વ્યવસ્થાપન દિવસ’ ઉજવવામાં આવ્યો:

ડૉ. એસ. સોમનાથ (ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન) દ્રારા ઇન્ડિયા ટુમૉરો: અનલોકિંગ ઇન્ડસ્ટ્રીઇનોવેશનટેલેન્ટ વિષય પર એક ખાસ વાર્તાલાપનું આયોજન કરાયું  

ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ તેનો સ્થાપના દિવસ ઉજવે છે. ૨૧ ફેબ્રુઆરીને ભારતના ‘રાષ્ટ્રીય વ્યવસ્થાપન દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. AMA celebrated the ‘National Management Day’ 

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન સાથે જોડાયેલ હોવાથી, “રાષ્ટ્રીય વ્યવસ્થાપન દિવસ”ના ઉજવણીના ઉપક્રમે ડૉ. એસ. સોમનાથ (ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન, પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક (એપેક્સ ગ્રેડ), ઈસરો ખાતે વિક્રમ સારાભાઈ પ્રતિષ્ઠિત પ્રોફેસર) દ્રારા “ઇન્ડિયા ટુમૉરો: અનલોકિંગ ઇન્ડસ્ટ્રી, ઇનોવેશન, ટેલેન્ટ” વિષય પર એક ખાસ વાર્તાલાપનું આયોજન કરીને એએમએ દ્રારા ‘રાષ્ટ્રીય વ્યવસ્થાપન દિવસ’ ઉજવવામાં આવ્યો હતો.

શ્રી રાજીવ ગાંધી (એએમએના ઉપપ્રમુખ અને હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડ અને એરોટ્રાન્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ) દ્રારા આ વર્ષની ઉજવણીના થીમ અને મેનેજમેન્ટ શિક્ષણ દ્રારા  વ્યક્તિગત સ્તરે, ઔદ્યોગિક જગતમાં અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન અને સ્થાનિક મેનેજમેન્ટ સંગઠનોના યોગદાન વિશે જણાવવામાં આવ્યું હતું.

ડૉ. સાવન ગોડિયાવાલાએ (એએમએના પ્રમુખ) કાર્યક્રમનું સંચાલન કરતાં કોઈપણ ઉદ્યોગમાં મેનેજમેન્ટના મહત્વ અને કોઈપણ ઉદ્યોગની વિવિધ પ્રક્રિયાઓમાં મેનેજમેન્ટના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને કેવી રીતે સફળતા હાંસલ કરી શકાય તેને ધ્યાનમાં રાખી વાર્તાલાપનું નેતૃત્વ કર્યું હતું.

ડૉ. એસ. સોમનાથે ભારતીય અવકાશ સંશોધન કાર્યક્રમના પિતા ડૉ. વિક્રમ સારાભાઈ અને ઈસરો અને ભારતના અવકાશ વિભાગની ઉત્ક્રાંતિને એક પા-પા પગલાથી બ્રહ્માંડમાં વિશાળ છલાંગ સુધી યાદ કરતાં તેમણે કહ્યું હતું કે શરૂઆતમાં, અવકાશ ક્ષેત્ર અને આ ઉદ્યોગ લોકોથી અજાણ હતો, છતાં દીર્ઘ-દ્રષ્ટિ, જુસ્સો, સમર્પણ, પ્રતિબદ્ધતા, સખત મહેનત, વ્યવસ્થાપન કૌશલ્ય અને ડૉ. વિક્રમ સારાભાઈના નેતૃત્વએ આપણને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ડૉ. વિક્રમ સારાભાઈનું લક્ષ્ય વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ દ્રારા સમુદાય અને વિશ્વને વિકસિત કરવાનું હતું. ડૉ. સોમનાથે લોકોને એઆઈ અને ટેકનોલોજી દ્રારા સંચાલિત સ્પર્ધા અને ઝડપી પરિવર્તનના યુગમાં લોકોને સતર્ક રહેવા અને પોતાને અપડેટ કરવાનું સૂચન કર્યું હતું. આપણે નિષ્ફળતાઓને દૂર કરવાનું અને ઉપલબ્ધ સંસાધનો અને અસરકારક-ખર્ચ ઉત્પાદનો અને સેવાઓમાં વધુ સારા પરિણામો મેળવવાનું શીખવાની જરૂર છે. ભારતીય માનસિકતા જોખમ લેવામાં અને નિષ્ફળતામાંથી શીખવામાં ખૂબ કુનેહ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.