Western Times News

Gujarati News

જાેની ડેપને પૂર્વ પત્ની અમ્બર ૧૫ મિલિયન ડોલર ચૂકવશે

મુંબઈ, હોલિવુડના જાણીતા એક્ટર જાેની ડેપ અને તેની પૂર્વ પત્ની અમ્બર હર્ડ વચ્ચે ચાલી રહેલા માનહાનિના કેસમાં આખરે કોર્ટે ર્નિણય સંભળાવી દીધો છે. આ કેસ જાેની ડેપ જીતી ગયો છે. કોર્ટે અમ્બર હર્ડને જાેની ડેપની છબી ખરડવા બદલ ૧૫ મિલિયન ડોલર (આશરે ૧.૧૬ અબજ રૂપિયા) ચૂકવશે. #MenToo trends after Johnny Depp wins defamation case against Amber Heard.

The court has finally given its verdict in the ongoing defamation case between Hollywood actor Jane Depp and his ex-wife Amber Heard. Jane Depp has won this case. Amber Heard will pay 15 million for Jay Depp’s image.

જૂરીએ એક મતે નોંધ્યું કે, જાેની એ સાબિત કરવામાં સફળ રહ્યો છે કે અમ્બરે તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. આ કેસમાં જાેનીને પણ અમ્બરને વળતર પેટે ૨ મિલિયન ડોલર ચૂકવવા પડશે. જૂરીના કહેવા અનુસાર, જ્યારે જાેની ડેપના વકીલો કહ્યું કે, અમ્બરના આરોપો જૂઠ્ઠા છે ત્યારે તેની બદનક્ષી થઈ છે. અમ્બર હર્ડે જાેની ડેપ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો. જે બાદ જાેની ડેપે માનહાનિનો દાવો કર્યો હતો.

છ અઠવાડિયા સુધી ચાલેલા કેસમાં અમ્બર હર્ડે કેટલાક ચોંકાવનારા દાવા કર્યા હતા. જાેની ડેપે કોર્ટમાં કહ્યું હતું કે, તેની પત્ની અમ્બર હર્ડે તેમના ટૂંકા લગ્નજીવન પહેલા અને દરમિયાન તેની સાથે ઘરેલુ હિંસા થઈ હોવાનું ખોટું ચિત્ર ઊભું કર્યું હતું. બંને પક્ષોની સુનાવણી પૂરી થયા બાદ કોર્ટે જાેનીની વાતને માન્ય રાખતાં તેના પક્ષે ર્નિણય સંભળાવ્યો હતો.

જૂરીએ જણાવ્યું કે, અમ્બરે પોતાને ઘરેલુ હિંસાની શિકાર ગણાવી અને આ દાવાના લીધે જાેની ડેપની બદનામી થઈ. સાત જજની બેન્ચે ર્નિણય સંભળાવતા જ જાેની ડેપના વકીલોમાં ખુશીની લહેર ફરી વળી હતી. તેઓ સૌ ઈમોશનલ થતાં દેખાયા હતા અને એકબીજાને ભેટીને શુભકામના આપી હતી.

જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોતાના પક્ષમાં ર્નિણય આવતાં જાેની ડેપે પણ ઈમોશનલ નોટ લખીને સૌનો આભાર માન્યો છે. સાથે જ પોતાની જિંદગી પાછી મળી હોવાની વાત કહી છે.

લાંબી નોટમાં લખ્યું, “૬ વર્ષ પહેલા મારી જિંદગી, મારા બાળકોની જિંદગી, મારા અંગત લોકોની જિંદગી અને જેમણે મને વર્ષો વર્ષથી સાથ-સહકાર અને પ્રેમ આપ્યો છે તેમની જિંદગી કાયમ માટે બદલાઈ ગઈ. આંખના પલકારામાં આ બધું બની ગયું.

મીડિયા થકી મારા પર ખોટા, ગંભીર અને ક્રિમિનલ આરોપો મૂકવામાં આવ્યા. જેના કારણે મારી સામે કેટલીય નફરતભરી વાતો ચર્ચાઈ અને બતાવાઈ. આ બધાની મારા પર વ્યક્તિગત રીતે અસર ના થઈ પરંતુ મારી જિંદગી અને કરિયર પર ચોક્કસથી થઈ. પરંતુ આજે છ વર્ષ બાદ જૂરીએ મને મારી જિંદગી પાછી આપી છે અને હું તેમનો આભારી છું.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.