AMC હોસ્પીટલોને ઓક્સિજનના મામલે ‘આત્મનિર્ભર’ બનાવાશે
રપ૦ એલપીએમના પ૦ અને પ૦૦ એલપીએમના રપ પ્લાન્ટ ઉભા કરવાના ચક્રો ગતિમાનઃમ્યુનિસિપલ ભાજપના કોર્પોરેટરોના બજેટમાંથી રૂા.૮.૮૧ કરોડના ફાળાથી પ૦ વેન્ટીલેટર સહિતના જીવનરક્ષક સાધનો પણ અઠવાડીયામાં આવી જશે
(એજન્સી) અમદાવાદ, હાલમાં કોરોનાની સેકન્ડ લહેરનો પ્રકોપ ઘટ્યો હોઈ સામાન્ય અમદાવાદીઓ હાશકારો અનુભવી રહ્યા છે. પરંતુ ગત એપ્રિલ મહિનામાં તો લોકો ઓક્સિજનના અભાવે તરફડી તરફડીને મરી જતા હતા. મ્યુનિસિપલ સત્તાવાળાઓ પણ અચાનક ઉભી થયેલી ઓક્સિજનની માંગને પૂરી કરવામાં હાંફી ગયા હતા સરકારી તેમજ ખાનગી હોસ્પીટલોમાં ઓક્સિજનના સિલીન્ડર પુરા પાડવાના મામલે બુમરાણ મચાવી દીધી હતી.
હોસ્પીટલમાં ઓક્સિજન્ની અછતથી નવા દર્દીને દાખલ કરવાનું બંધ કરાયુ હતે. તંત્રના ચેપીરોગ હોસ્પીટલ ખાતેના રી-ફીલીંગ પ્લાન્ટથી પણ શેહેરની હોસ્પીટલોની ઓક્સિજનનીે જરૂરીયાત સંતોષાતી નહોતી. આ વિષમ પરિસ્થિતિમાં-સજાેગોમાંથી બોધપાઠ ગ્રહણ કરીને મ્યુનિસિપલ સત્તાધીશોએ હોસ્પીટલોને ઓક્સિજનના મામલે આત્મનિર્ભર બનાવવાની દિશામાં કવાયત આરંભી દીધી છે.
કોરોનાની સંભવિત થર્ડ લહેર સામે લડત આપવા મ્યુનિસિપલ તંત્રે અત્યારથી જ આગોતરૂં આયોજન ઘડવા લીધુ છે. મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ, હોસ્પીટલ, હોટલમાં બેડની સંભવિત સંખ્યાનો અંદાજ મેળવવા સતાધીશોએ જાગૃતિક કક્ષાના કન્સ્લટન્ટ આર્કિમીડીઝ ઈન્ડીયાને કામગીરી સોંપી હતી. આ કન્સલટન્ટ દ્વારા શહરમાં વધુ ૧પ થી ર૦ હજાર વધારાના બેડ ઉભા કરવાની ક્ષમતા હોવાનો રીપોર્ટ તૈયાર કરાયો હોવાનું જાણવા મળ્યુ છે. એટલે સંભવિત થર્ડ વેવમાં નાગરીકોને બેડ મેળવવા ફરી રઝળપાટણ ન કરવી પડે એ દિશામાં તંત્ર ગંભીર બન્યુ છે.
બીજી તરફ હોસ્પીટલોમાં હવામાંથી સીધો ઓક્સિજન પેદા કરી શકે એવા પીએસએે (પ્રશર સ્વિંગ એસોર્પ્શન) ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા માટે પણ તંત્રે હિલચાલ આરંભી દીધી છે. એટલે કે સંભવિત થર્ડ વેવ વખતે જે તે હોસ્પીટલો ઓક્સિજનના મામલે આત્મનિર્ભર બની શકશે.
આ માટે તંત્ર રપ૦ એલપીએમ (લીટર પર મીનીટ) ની ક્ષમતા ધરાવતા પ૦ પ્લાન્ટ અને પ૦૦ એલપીએમની ક્ષમતા ધરાવતા રપ પ્લાન્ટની સ્થાપના કરશે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ કુલ રપ,૦૦૦ લીટર પર મીનિટથી ઓક્સિજન પેદા કરવાની ક્ષમતા ઉભી કરવાના હોઈ એપ્રિલમાં ઉદ્વભવેલી ઓક્સિજનની સમસ્યા હળવી બનશે.
રપ૦ એલપીએમ ઓક્સિજન પ્લાન્ટના નિર્માણ પાછળ અંદાજે રૂા.૪૦ લાખ અને પ૦૦ એલપીએમ ઓક્સિજન પ્લાન્ટના નિર્માણ માટે અંદાજે રૂા.૬પ લાખ ખર્ચાશે. કોરોનાની સંભવિત થર્ડ વેવ સામે લડત આપવા મ્યુનિસિપલ તિજાેરીમાંથી આશરે રૂા.૩૬.રપ કરોડ ખર્ચાશે.
લગભગ બે અઢી મહિનામાં જ તંત્ર દ્વારા જે તે ઓક્સિજન પ્લાન્ટના નિર્માણના વર્ક ઓર્ડર અપાઈ જશે. અને વર્કઓર્ડર મળ્યાના બે મહિનામાં જે તે હોસ્પીટલમાં ઓક્સિજન પ્લાન્ટ ધમધમતા થઈ જશે. એટલે વધુમાં વધુ નવેમ્બરના પહેલાં કે બીજા અઠવાડીયામાં અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પીટલો ઓક્સિજનના મામલે રાહતનો શ્વાસ લઈ લેશે. બીજી તરફ કોરોના મહામારીના આ કામમાં દર્દીઓને વેન્ટીલેટર, બાયપેપ સહિતના જીવનરક્ષક સાધનોની તંગી પણ અનુભવાઈ હતી.
જેના કારણે શાસક ભાજપના કુલ ૧પ૯ કોર્પોરેટરોએ તેમના વાર્ષિક બજેટમાંથી રૂા.પ લાખની ગ્રાંટ ફાળવીને આશરે રૂા.૮.૧૧ કરોડની રકમ જમા કરી હતી. આટલી જંગી રકમમાંથી દર્દીઓ માટે પ૦ વેન્ટીલેટર, રપ બાયપેપ અને અન્ય જીવનરક્ષક સાધનો તેમજ દવાઓ, ખરીદાશે. આ માટેની કવાયત તેજ થઈ હોઈ આઠ-દસ દિવસમાં દર્દીઓને આનો લાભ મળતો થઈ જશે.