Western Times News

Gujarati News

વસ્ત્રાપૂરમાં રહેતાં એચ ડિવીઝન ACPનાં ઘરમાં ચોરી

ચોર સોનાનાં દાગીના, ૬.૫૦ લાખની રોકડ સહીત ૧૩.૯૦ લાખની મત્તા લઈ ગયા

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં ચોરીના  બનાવો તો રોજ બને છે. પરંતુ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ચોરીની ફરીયાદ ખૂદ પોલીસ પણ ચોંકી ઊઠી છે. વસ્ત્રાપુર સરકારી વસાહતમાં રહેતાં એચ ડીવીઝનના આસીસ્ટન્ટ કમીશ્નર ઓફ પોલીસનાં ઘરે જ તસ્કરો તિજાેરી સાફ કરીને દાગીના તથા રોકડ રકમ મળીને આશરે ૧૪ લાખ રૂપિયાની મત્તા ચોરી ગયા હતા. ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ છે.

એચ ડિવીઝનનાં એસીપી પ્રકાશ પ્રજાપતિ વસ્ત્રાપુર બહુમાળી ભવન સામે આવેલી સરકારી વસાહતનાં ડી ટાઈપ ટાવરમાં રહે છે. સોમવારે તેમનાં શિક્ષક પત્ની લત્તાબેન દ્વારકા દર્શન કરવા ગયા હતા. મંગળવારે સવારે એસીપી પ્રજાપતિ ઘરને તાળું મારીને ગયા હતા.

પરંતુ રાત્રે દસ વાગ્યે પરત ફર્યા ત્યારે ઘરનો સેફ્ટી દરવાજાે ખુલ્લો હતો અને લાકડાનો મુખ્ય દરવાજાે પણ ખુલ્લો જાેતાં ચોરીની શંકાએ તે અંદર જતાં સમગ્ર ઘરનો સામાન અસ્ત વ્યસ્ત હાલતમાં હતો. ત્યારે તેમને ચોરી અંગેની જાણ થઈ હતી. પરંતુ કેટલો સામાન ચોરી થયો એ તેમને ખબર ન હોવાથી પત્નીને ફોન કરી પૂછ્યું હતું. બાદમાં ઘરમાં જુદીજુદી જગ્યાએથી સોનાના દાગીનાં, હીરાની વીંટીઓ, સાડા છ લાખ રૂપિયાની રોકડ તથા જર્મન સિલ્વરમાં ૧૨ નંગ ગ્લાસ સહીત ૧૩.૧૦ લાખ રૂપિયાનો ચોરી થયાનો ખ્યાલ આવ્યો હતો.

આ અંગે તેમનાં પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ૧૩.૯૦ લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસ પણ ચોંકી ગઈ છે અને હવે ચોરોને પકડવા કવાયત હાથ ધરી છે. બીજી તરફ નાગરીકોની રક્ષા કરતાં એસીપી કક્ષાનાં અધિકારીન ું ઘર જ સુરક્ષીત નથી તો સામાન્ય નાગરીકોની શી વિસાત એવી ચર્ચાએ પણ જાેર પકડ્યું છે.

સામાન્ય નાગરીકોનાં ઘરે ચોરી થાય તો મોટેભાગે ચોર કે મત્તા પકડાતાં નથી. જાે કે એસીપીનાં ઘરમાં ચોરી થતાં પોલીસ કેવી કાર્યવાહી કરે છે એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.