રજિસ્ટ્રેશનના નામે 60 લાખ વસૂલ કરી AMCએ પશુપાલકોને છેતર્યા
મ્યુનિ.એ ગાયોના રજિસ્ટ્રેશનના નામે લાખો ઉઘરાવી લઈને વૈકÂલ્પક વ્યવસ્થા ન આપી
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગાયો રાખવા અને તેના માટેની વૈકÂલ્પક વ્યવસ્થા કરવાના નામે ગાયોની વસ્તી ગણતરી અને તેના રજિસ્ટ્રેશનની કામગીરી મ્યુનિ. તંત્ર દ્વારા વર્ષ ર૦૧૯ના સપ્ટેમ્બર માસમાં હાથ ધરાઈ હતી.
જેમા પશુદીઠ ર૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફી ના નામે ઉઘરાવાયા હતા. જાણકારી મુજબ શહેરમાં વસ્તી ગણતરી દરમિયાન ૩૪ હજાર રજિસ્ટ્રેશન થવા પામ્યા હતા જેના થકી મ્યુનિ. તંત્રને અડધા કરોડથી પણ વધુ રૂપિયાની જંગી આવક થઈ હતી. જો કે, આજે પાંચ વર્ષ બાદ પણ પશુપાલકોને રજિસ્ટ્રેશનના નામે ઉઘરાવેલા પૈસા કે વૈકÂલ્પક વ્યવસ્થા ન મળતા હજારો પશુપાલક પરિવારો છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. આમ અમદાવાદ શહેરને કેટલ ફ્રી બનાવવામાં મ્યુનિ. તંત્ર અંધારામાં જ હવાતિયા મારતું હોય તેવી સ્થિતિ અત્યાર સુધી જોવા મળી છે.
આ કાયદાનો ચુસ્ત અમલ થતાં હાલ શહેરના મોટા ભાગના રોડ પરથી ગાયો દૂર થઈ ગઈ છે. જેના કારણે શહેરીજનોને મોટી રાહત મળી છે. બીજી તરફ ગાયો રાખવાની સગવળ કે દસ્તાવેજવાળી જગ્યા ન હોય તેવા પશુપાલકોએ ગાયોને ગામડે મોકલી દીધી છે. આ અંગે ગુજરાત પશુપાલક સમિતિના પ્રમુખના જણાવ્યા મુજબ મ્યુનિ. તંત્રએ ગાયોની વસ્તી ગણતરી રજિસ્ટ્રેશન અને શહેરથી ર૦ કિ.મી. દૂર વૈકÂલ્પક વ્યવસ્થા આપવાના નામે પશુદીઠ ર૦૦ રૂપિયા વર્ષ ર૦૧૯માં ઉઘરાવ્યા હતા.
આવા હજારો રજિસ્ટ્રેશન થકી ૬૦ લાખથી પણ વધુની રકમ મ્યુનિ. તંત્રમાં જમા થઈ હતી. આજે પણ પશુપાલકોના ઘરમાં પશુદીઠ ઉઘરાવેલા ર૦૦ રૂપિયાની પહોંચો પડી છે. પશુપાલકોને માનવતાના ધોરણે તેમના પૈસા પાછા આપવામાં આવે
અથવા તો શહેરથી ર૦ કિ.મી. દૂર પશુપાલન માટે વૈકÂલ્પક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે. શહેરની આજુબાજુના ૩૮ ગામો મ્યુનિઉ કોર્પોરેશનમાં ભેળવી દેવાતા આ ગામોમાં પણ પશુપાલનનો ધંધો નામશેષ થવાના આરે આવીને ઊભો છે.