ડેપ્યુટી મ્યુનિ. કમિશનર પર હુમલો કરનારા પાંચ લોકોની ધરપકડ
પોલીસે મોડી રાતે 16 વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ- હુમલાખોરોએ દબાણ હટાવવાની કામગીરીમાં અવરોધ ઊભો કરતાં મામલો બીચક્યો હતો
(એજન્સી)અમદાવાદ, શહેરની સિવિલ હોસ્પિટલ બહાર ખાણી-પીણીની લારીઓના દબાણ હટાવવા માટે ગયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ટીમ પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. ઉસ્કેરાયેલા માથાભારે શખ્સોએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યકુમાર ભટ્ટના માથામાં લોખંડનો સળિયો મારીને હત્યા કરવાની કોશિશ કરી હતી. હુમલાની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો, AMC Deputy Muni. Commissioner assaulting case : Five arrested
જ્યારે પોલીસે તાત્કાલિક મોડી રાતે ૧૬ લોકો વિરુદ્ધ હત્યાની કોશિશ તેમજ રાયોટિંગનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે. પોલીસે તાત્કાલિક મોડી રાતે મુખ્ય સૂત્રધાર સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.
અમરાઈવાડી વિસ્તારમાં આવેલા જવાહરનગરમાં રહેતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે છેલ્લાં ચાર વર્ષથી ફરજ બજાવતાં સાગર પીલુરિયાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કનુ ઠાકોર, દેપીજા ઉર્ફે દીપો ઠાકોર, અંકિત ઠાકોર, રવિ રાઠોડ, જગદીશ ઝાલા, ચિરાગ ઝાલા, વિશાળ ઠાકોર, નરેશ રાવત, સંદીપ રાવત સહિત ૧૬ લોકો વિરુદ્ધ હત્યાની કોશિશ, રાયોટિંગની ફરિયાદ કરી છે.
મધ્ય ઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ટીડીઓ કેયૂર પટેલ, એસ્ટેટ સબ ઈન્સેપ્ક્ટર પાર્ત વઘાસિયા, મનીષ વાળંદ તથા પુરુષોત્તમ સોેલંકી અને એસ્ટેટ ઈન્સેપ્કટર મોહંમદ રફીક મલેક સહિતની ટીમ મોડી રાતે સિવિલના ગેટ બહાર ઉભેલાં દબાણ હટાવવા માટે ગઈ હતી.
હાઈકોર્ટમાં દબાણ હટાવવા મામલે પીઆઈએલ થઈ હ તી, જે સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ટીમ દબામ હટાવવા મામલે પહોંચી હતી. મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યકુમાર ભટ્ટ તેમની ટીમ સાથે શાહીબાગની સિવિલ પાસે આવેલી ટ્રાફિક પોલીસચોકી પાસે આવ્યા હતા.
રમ્યકુમાર ભટ્ટે મહિમા ફ્રાય સેન્ટર નામની નોન-વેજની ખાણી-પીણીની લારી ચલાવતા કનુ ઠાકોર, દીપા ઠાકોર, વિશાળ ઠાકોર સહિતના લોકોને લારીઓ બંધ કરી દબાણ હટાવવા માટે કહ્યું હતું.
આ તમામ લોકોએ લારીઓ હટાવવાનો ઈનાકર કરી દીધો હતો, જેથી રમ્યકુમાર ભટ્ટે તેમની ટીમને લારીઓને ગાડીમાં ભરવા મટા ેકહ્યું હતું. દીપા ઠાકોર સહિતના તમામ લોકો એક સંપ થઈ ગયા હતા. ત્યાર બાદ દબાણખાતાની ટીમ સાથે બબાલ કરીને ઝઘડો કરવા લાગ્યા હતા. કનુ ઠાકોર રમ્યકુમાર ભટ્ટની બોચી પકડીને મારામારી કરવા લગ્યો હતો. દબાણખાતાની ટીમ રમ્યકુમાર ભટ્ટને છોડાવવા વચ્ચે પડતાં આરોપીઓએ તેમનો શર્ટ ફાડી નાંખ્યો હતો
અને ઘડિયાળ પણ તોડી નાંખી હતી. આ દરમિયાન કનુ ઠાકોર અને દીપા ઠાકોર નોન-વેજની લારી પરથી લોખંડનો સળિયો લઈ આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે આ લોકોને આજે અહીંથી જીવતા જવા દેવા નથી. રમ્યકુમાર કંઈ બોલે તે પહેલાં કનુ ઠાકોર લોખંડનો સળિયો તેમના માથામાં મારી દીધો હતો. આ દરમિયાન બીજાં ઉશ્કેરાયેલાં ટોળાંઓએ દબાણ ખાતાની ટીમ પર હુમલો કરી દીધો હતો.
રાહદારીઆોનું ટોળું ભેગું થઈ જતાં મામલો તંગ બન્યો હતો ત્યારે કેયૂર પટેલ નામના કર્મચારીએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો. શાહીબાગ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જેથી હુમલાખોરો નાસી ગયા હતા.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર હત્યાના ઈરાદે હુમલો થતાં ચકચાર મચી ગઈ હતી, જેને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. શાહીબાગ પોલીસે આ ઘટનાના પગલે ૧૬ લોકો વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે, જ્યારે પાંચ લોકોની મોટી રાતે ધરપકડ કરી લીધી છે.