મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તબલા વાદનમાં વિશ્વ રેકોર્ડ કર્યો
ગુજરાત રાજ્યના કમિશનર ઓફ યુથ સર્વિસ દ્વારા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે આઝાદી અમૃત મહોત્સવની થઈ હતી જેમાં તબલાવાદન પ્રવૃત્તિમાં મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોએ સતત 75 કલાક તબલાવાદન કરી વિશ્વ રેકોર્ડ કર્યો છે
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લગધીરભાઈ દેસાઈના જણાવ્યા મુજબ ઉપાસના સ્કૂલ ઓફ પર્ફોર્મિંગ આર્ટસ અંતર્ગત યોજાયેલ તબલાવાદન પ્રવૃત્તિમાં સ્કૂલ બોર્ડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતા ચૈત્ર ઉંચદડીયા અને યોગ ઉચ્ચ દડિયાએ તેમની 317 તબલા વાદકોની ટીમ સાથે સતત 75 કલાક તબલાવાદન કર્યું હતું
જે નવો વિશ્વ રેકોર્ડ છે આ બંને વિદ્યાર્થીઓએ તેમની ટીમ સાથે 16 ઓક્ટોબર ના રોજ બપોરે 12.45 વાગ્યાથી તબલાવાદન શરૂ કર્યું હતું જે 19 ઓક્ટોબર બપોરે 3:45 વાગ્યા સુધી સતત 75 કલાક સુધી તબલા વાદન કરી પૂર્ણ કરવામાં આવ્યું હતું આ બંને બાળકોના પિતા એર કન્ડિશન ફીટીંગ અને રીપેરીંગ નો વ્યવસાય કરે છે
જ્યારે માતા ગૃહિણી છે આ બંને બાળકોમાં નાનપણથી જ એક અલગ પ્રતિભા હતી જેને બહાર લાવવા માટે તેમના માતા પિતાએ તબલા તાલીમ સંસ્થામાં આવી હતી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.