અમદાવાદમાં દારૂના ધંધા બંધ કરાવવા AMCની ટીમ SMCની ટીમ સાથે ત્રાટકી
બે દિવસમાં એસએમસીએ નવ રેડ કરી દરૂનો જથ્થો ઝડપ્યોઃ મોડી રાતે નરોડા-સરદારનગરમાં દરોડા
(એજન્સી)અમદાવાદ, મિશન ક્લીનઅપ સાથેસ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમ અમદાવાદના વિવિધ વિસ્તારમાં દારૂના અડ્ડા પર ત્રાટકી રહી છે. એસએમસીની કામગીરીના કારણે બુટલેગર્સની સાથે સ ાથે સ્થાનિક સ્પોલીસ પણ ફફડી ઉઠી છે.
છેલ્લા બે દિવસમાં એસએમસીની ટીમે નવ અલગ અલગ જગ્યા પર રેડ કરીને બુટલેગર્સ તેમજ દારૂડિયાઓને ઝડપી પાડ્યા છે. ઉસ્માનપુરા, કૃષ્ણનગર, ઓઢવ, નિકોલ, સરદારનગર, કુબેરનગર સહિતની જગ્યાઓ પર એસએમસીની ટીમે રેડ કરી છે. ગત મોડી રાતે એસએમસીએ નરોડા તેમજ સરદારનગરમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એસએમસીએ નરોડામાંથી ત્રણ લોકોની દારૂની બોટલો સાથે ધરપકડ કરી છે, જ્યારે સરદારનગર વિસ્તારમાં એક મહિલાની દારૂની બોટલો સાથે ધરપકડ કરી છે.
એસએમસીની ટીમને બાતમી મળી હતી કે નરોડા પાટિયા ખાતે આવેલી નૂરાની મસ્જિદની પાછળ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધેર એસએમસીની ટીમ તાત્કાલિક ઘટના સ્થલે પહોંચી ગઈ હતી અને ઈÂમ્તયાઝ કાછી, યામીન અંસારી તેમજ મોહસીન કાછીની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી લીધી હતી. એસએમસીએ આરોપીઓ પાસેથી ૧૫૭ દારૂ તેમજ બિયરની બોટલો જપ્ત કરી છે. દેવલા નામના બુટલેગરે ત્રણેય લોકોને દારૂનો જથ્થો આપ્યો હતો. એસએમસીએ ચાર લોકો વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
નરોડા પોલીસ સ્ટેશનમાં જ્યારે ગુનો નોંધાઈ રહ્યા ેહતો ત્યારે એસએમસીની ટીમ સરદારનગર વિસ્તારમાં ત્રાટકી હતી. સરદારનગર વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતી મહિલા દારૂનો ધંધો કરે છે તેવી બાતમી એસએમસીને મળી હતી. બાતમીના આધારે એમએમસીની ટીમે લક્ષ્મીનગર સોસાયટીમાંત્રાટકી હતી અને શીતલ ઠાકોરની ધરપકડ કરી હતી.
શીતલ ઠાકોર પાસેથી એસએમસીએ કુલ ૧૬૯ દારૂની બોટલો જપ્ત કરી છે. શીતલ અને તેનો પતિ મૂકેશ ઠાકોર બંને દારૂનો ધંધો કરતાં હતાં. એસએમસીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. સરદારનગર પોલીસે મૂકેશ ઠાકોરને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. એસએમસીએ બે દિવસથી અમદાવાદમાં ઉપરાછાપરી દારૂના કેસ કરતાં બુટલેગર્સમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેટલાક બુટલેગર્સે થોડા દિવસ માટે દારૂનો ધંધો બંધ પણ કરી દીધો છે.