Western Times News

Gujarati News

અમદાવાદના 7 ઝોનમાં 14 સ્થળોએ વૈદિક હોળી ઉજવવા કોર્પોરેશન છાણાં તથા સ્ટીક આપશે

Vedic Holi Kit from cow Dung

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહત્વ છે તેમાંય હિંદુધર્મમાં તો તહેવારોના અનેક પ્રકાર રંગરૂપ જોવા મળે છે. તહેવારો માણસના જીવનમાં ઉમંગ- ઉત્સાહનું પ્રેરકબળ બને છે. સતત વ્યસ્તતા વચ્ચે પોતાના આÂત્મયજનો સાથે તહેવારો ઉજવવાની પરંપરા સદિઓથી ચાલતી આવી છે.

આગામી દિવસોમાં રંગોનો તહેવાર “હોળી આવી રહયો છે. ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. હોળી-ધૂળેટી પર્વની ઉજવણી કરવા ઉત્તર ભારતના લોકો તો અત્યારથી જ દેશ રવાના થઈ ગયા છે. વ્રજની હોળીનું માહત્મય એટલુ છે હોળીમાં હોળીકા દહનનું ધાર્મિક- સાંસ્કૃતિક વિશેષ મહત્વ રહેલુ છે

હોળીકા દહનમાં લાકડા- છાણાંના ઉપયોગને કારણે ઉતપન્ન થતા કાર્બન ડાયોકસાઈડને કારણે પર્યાવરણને વ્યાપક નુકસાન થાય છે ત્યારે પર્યાવરણનું જતન કરવુ અને તહેવાર ઉજવવો આવશ્યક થઈ જાય છે અને એટલે જ “વૈદિક હોળી”નો પ્રારંભ થયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર્યાવરણને લઈને ચિંતિત છે, પર્યાવરણમાં રહેલી અશુÂધ્ધઓ દૂર થાય અને વાતાવરણ શુધ્ધ બને તે માટે “વૈદિક હોળી”નો વિચાર અમલમાં મૂકવામાં આવ્યો છે. ચાલુ વર્ષે એટલે કે ગુરૂવારના રોજ હોળીકા દહન કરવામાં આવશે.

આ દિવસે લોકો પોતાની સોસાયટીઓ-ફલેટ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓ પર વૈદિક હોળી કરે તે માટે છાણમાંથી બનેલા છાણા તથા સ્ટીકનો ઉપયોગ વધારી લાકડાનો વપરાશ ઘટાડીને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે કોર્પોરેશને સહભાગી બનવાનું નકકી કરેલ છે

તેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત ઝોનમાં એક રહેણાંક સંસ્થાન તથા ધાર્મિક સંસ્થાન એમ ઝોન દીઠ બે જગ્યાઓ (૧૪ સ્થળોએ) વૈદિક હોળી ઉજવવા સારૂ સી.એન.સી.ડી. વિભાગ દ્વારા ગાયના છાણમાંથી બનેલ રપ૧ નંગ છાણા તથા રપ૧ નંગ સ્ટીક આપવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવતર પ્રયોગ કરી વર્ષ ર૦ર૪માં સાત ઝોનમાં પાંચ સ્થળોએ છાણામાંથી બનેલા છાણાં- સ્ટીક પૂરી પાડીને નાગરિકો દ્વારા થયેલ વૈદિક હોળીની ઉજવણીમાં સહભાગી થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.