Western Times News

Gujarati News

ભારતના આ સાધુ જેની ધરપકડ કરવા અમેરિકાએ મોકલી સેના

૧૭ દિવસ જેલમાં આપતા રહ્યાં ઝેર-ડિઝાઈનર રાબ પહેરીને, લાંબી દાઢીવાળા ઓશોને કડકડાટ અંગ્રેજીમાં પ્રવચન આપતા જોઈ અમેરિકન લોકો ચોંકી ગયા હતાં

નવી દિલ્હી, ઓશો નામના ફેમસ આચાર્ય રજનીશ મે ૧૯૮૧માં અમેરિકામાં જતા રહ્યા હતાં. પોતાની સાથે ૨૦૦૦થી વધારે શિષ્યોને પણ લઈ ગયા હતાં. વિમાનની તમામ ફર્સ્ટ ક્લાસ સીટ તેમના શિષ્યો અને નજીકના લોકો માટે આરક્ષિત હતી. અમેરિકાના ઓરેગન સ્ટેટમાં પોતાના આશ્રમ ‘રજનીશપુરમ’નો પાયો રાખ્યો હતો. આ આશ્રમ ૬૫ હજાર એકડમાં ફેલાયેલો હતો. ડિઝાઈનર રાબ પહેરીને, લાંબી દાઢીવાળા ઓશોને કડકડાટ અંગ્રેજીમાં પ્રવચન આપતા જોઈ અમેરિકન લોકો ચોંકી ગયા હતાં. ‘રજનીશપુરમ’માં તેમના શિષ્યોની સંખ્યા વધવા લાગી. America sent the army to arrest this Indian monk

ઓશોના શિષ્યો બધે જ મરૂન કે નારંગી ડ્રેસ પહેરીને, ગળામાં લાકડીના લાકેટ પહેરેલા શિષ્ય જોવા મળતા હતાં. ઓશોના શિષ્યોએ ઓરેગનમાં રજનીશપુરમ આશ્રમને એક શહેર તરીકે રજીસ્ટર કરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેનો સખત વિરોધ કર્યો હતો. આ દરમિયાન ઓશો અમેરિકન પોલીસ પ્રશાસનના રડારમાં આવ્યા. તેમના પર પ્રવાસી નિયમોને તોડવાનો આરોપ લાગ્યો.

૧૯૮૫વા ઉત્તર્રાદ્ધમાં અમેરિકન સરકારે સૈન્ય સ્તર પર રજનીશપુરમને તબાહ કરવાની યોજના બનાવી. શશિકાંત તેમના પુસ્તક ‘ઓશો કી જીવન યાત્રા’માં લખે છે કે પોલીસ અને કોર્ટ અન્યાયપૂર્ણ કાર્ય નહતાં કરી શકતાં, તેથી આર્મી અને એરફોર્સને તૈનાત કરવામાં આવી હતી. રજનીશપુરમને ચારોતરફથી મિલિટ્રી દ્વારા ઘેરી લેવામાં આવ્યા હતા. તે સમયે ઓશો પ્રવચન આપી રહ્યા હતાં. ફાઇટર જેટ છતથીથી ફક્ત ૨૦ ફૂટ ઉપરથી ઉપર ઉડાન ભરવા લાગ્યાં, જેથી તેમના અવાજથી પ્રવચનમાં અવરોધ આવે અને શ્રોતાઓમાં ડર ફેલાઈ જાય.

માહોલ એવો બની ગયો કે, એવું લાગવા લાગ્યું કે ગમે ત્યારે બોમ્બ પડી શકે છે. સરકારને આશા હતી કે ઓશો ડરી જશે અને પોતાનું પ્રવચન બંધ કરી દેશે. તેમના શિષ્યો શહેર છોડીને ભાગવા લાગશે. બે-ચાર દિવસમાં બધું ખાલી થઈ જશે. પણ એવું કંઈ થયું નહીં. ઘણાં અઠવાડિયા સુધી આતંક મચાવવાનું કાવતરું કેટલાક અઠવાડિયા સુધી ચાલતું રહ્યું. બસ એટલું જ હતું કે વિમાનના જોરદાર અવાજના કારણે ઓશો રોકાઈ જતા, એકાદ મિનિટ બાદ, જ્યાં ચર્ચા છૂટતી તે ફરી ત્યાંથી બોલવાનું શરૂ કરી દેતાં. જાણે કશું થયું જ નથી.

મોટું ચમત્કાર એ હતું કે, તેમના લગભગ ૫૦૦૦ શિષ્ય-શિષ્યાઓ પણ નિડર થઈને અડગ ઉભા રહ્યા. શશિકાંત લખે છે કે, અમેરિકાના બંધારણ મુજબ, શહેરની ઉપરથી આટલું નીચું (માત્ર ૨૦ ફૂટ નીચે) વિમાન ઉડવું ગેરકાયદેસર છે. આ સમાચાર અખબારો અને ટેલિવિઝન પર ચાલવા લાગ્યા. તેમ છતાં વહીવટીતંત્રનો ઈરાદો બદલાયો નહીં.

જ્યારે અમેરિકામાં તેમના વકીલોને તે સ્પષ્ટ થઈ ગયું કે સરકાર કોઈપણ સંજોગોમાં રજનીશપુરમનો નાશ કરશે, પછી ભલે તેનો અર્થ પાંચ હજાર લોકોની સામૂહિક હત્યા હોય. સરકારી વકીલે સંદેશો મોકલ્યો કે તેનાથી બચવાનો એક રસ્તો છે, જો ઓશો સમાધાન કરે અને જૂઠું બોલવા માટે સંમત થાય કે તેણે ૩૫માંથી કોઈ એક ગુનો કર્યો છે, તો તેને દેશનિકાલો આપવામાં આવશે, પરંતુ હજારો નિર્દોષ શિષ્યોનો જીવ બચી જશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.