Western Times News

Gujarati News

76 ટકા પરિવારો તહેવારની સિઝનમાં ખરીદી કરવા અંગત બચતનો ઉપયોગ કરશે: સર્વે

AMIનો સર્વે સાવચેતીપૂર્વકનો આશાવાદ વ્યક્ત કરે છે; ઉત્તરદાતાઓ વ્હાઇટ ગૂડ્સ, કાર, પ્રોપર્ટી અને જ્વેલરીની સરખામણીમાં ઓછી રકમ ધરાવતી ખરીદી વધારે પસંદ કરશે

AMI CSI સર્વેઃ 40 ટકા ભારતીયોએ આ સિઝનમાં IPLની ઓછામાં ઓછી એક મેચ જોઈ, 31 ટકાએ ડિજિટલ પ્લેટફોર્મ (OTT) પર આઇપીએલ જોઈ.

·         10 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર, 2021 વચ્ચે ગ્રામીણ અને શહેરી ભારતમાં 10639થી વધારે લોકોનો સર્વે થયો

·         દશેરા/દિવાળીમાં 46 ટકા પરિવારો મોટી રકમને બદલે વસ્ત્રોની ખરીદી કરશે

·         40 ટકા ભારતીયોએ આઇપીએલની ઓછામાં ઓછી એક મેચ જોઈએ, જેમાંથી 31 ટકાએ ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ

·         ગયા મહિનાની સરખામણીમાં ઓક્ટોબરમાં સંપૂર્ણ ઉપભોક્તા સેન્ટિમેન્ટ 1 પોઇન્ટ વધ્યું

·         33 ટકા ઇલેક્ટ્રોનિક્સની ખરીદી ઓનલાઇન કરે છે, તો જ્વેલરી, ગ્રોસરી જેવી ઊંચા મૂલ્યની ખરીદી ફિઝિકલી કરે છે

·         27 ટકાએ યુપીઆઈ/વોલેટના વપરાશને વધાર્યો, તો 49 ટકા હજુ પણ એનો ઉપયોગ કરતા નથી

મુંબઈ, અગ્રણી કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાએ સપ્ટેમ્બર મહિના માટે વિવિધ મુદ્દાઓ પર ઉપભોક્તાઓની ધારણાઓનું માસિક વિશ્લેષણ ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (સીએસઆઇ)ના તારણો જાહેર કર્યા હતા. AMI survey reflects cautious optimism; respondents prefer small ticket purchases over white goods, cars, property and jewellery

નેટ સીએસઆઈ સ્કોર +7 રેકોર્ડ થયો છે, જે છેલ્લાં ત્રણ મહિનાથી સતત વધી રહ્યો છે અને ઉપભોક્તાઓના ઉપભોગ માપદંડોમાં સકારાત્મક વળાંકનો સંકેત છે. આ સ્કોરની ગણતરી સેન્ટિમેન્ટમાં ટકાવારીમાં વૃદ્ધિમાંથી ટકાવારીમાં ઘટાડાની બાદબાકીથી થાય છે.

સેન્ટિમેન્ટ એનાલીસિસ 5 પ્રસ્તુત પેટાસૂચકાંકોનો ચિતાર રજૂ કરે છે – સંપૂર્ણ ઘરગથ્થું ખર્ચ, આવશ્યક અને બિનઆવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ, હેલ્થકેર પર ખર્ચ, મીડિયા ઉપભોગની આદતો અને મોબાલિટીના ટ્રેન્ડ.

ચાલુ મહિને એક્સિસ માય ઇન્ડિયાના કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સમાં તહેવારના ખર્ચ, કોવિડ પૂર્વે અને પછી ઓનલાઇન ખરીદી અને યુપીઆઈ/વોલેટ પેમેન્ટની દ્રષ્ટિએ અભિગમમાં થયેલા ફેરફારો અને આઇપીએલમાં નાગરિકોના રસને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સર્વે કમ્પ્યુટરની સહાયથી ટેલીફોનિક ઇન્ટરવ્યૂ હાથ ધરવામાં આવ્યો હતો. એમાં સેમ્પલ સાઇઝ 10639 લોકોની હતી. તેમાંથી 59 ટકા લોકો ગ્રામીણ ભારતના હતો, તો 41 ટકા શહેરી ભારતના હતા. આ સર્વેમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્યાં હતાં.

એક્સિસ માય ઇન્ડિયાના સીએમડી પ્રદીપ ગુપ્તાએ સપ્ટેમ્બરના રિપોર્ટ પર કહ્યું હતું કે, “મહામારી ઓછી થવાથી આપણે પૂર્વવત્ સ્થિતિ પર પરત ફરી રહ્યાં છીએ, પણ ખર્ચ પર સાવચેતીપૂર્વક નિયંત્રણ જાળવ્યું છે. આ બાબત સર્વેમાં જાણવા મળી છે. 46 ટકા ઉત્તરદાતાઓ વસ્ત્રો જેવા ઓછી રકમનો ખર્ચ કરવાનું પસંદ કરશે,

તો ફક્ત 11 ટકા ઉત્તરદાતાઓએ ટૂ-વ્હીલર કે કારની ખરીદી કરવા વિચાર કરશે એવું જણાવ્યું છે. છેલ્લાં બે મહિનામાં આવશ્યક અને જીવનજરૂરી ચીજવસ્તુઓ પર ખર્ચ વધતાઓછા અંશે એકસરખો જળવાઈ રહ્યો છે. જોકે ગયા મહિને હેલ્થકેરના ખ્ચમાં ઘટાડો થયો હતો, જે લોકો મહામારીનો ઓછો ભોગ બની રહ્યાં છે એવું સૂચવે છે.

જ્યારે 27 ટકા ઉત્તરદાતાઓએ યુપીઆઈ વ્યવહારોમાં વધારો થયો હોવાનું જણાવ્યું છે, ત્યારે લગભગ 49 ટકા હજુ પણ યુપીઆઈ/વોલેટનો ઉપયોગ કરતા નથી, જે ડિજિટલ પેમેન્ટમાં ઘણી તક હોવાનું સૂચવે છે. આઇપીએલએ એની અસાધારણ પહોંચ પુરવાર કરી છે અને દર્શકો ડિજટલ પર એને વધુને વધુ જોઈ રહ્યાં છે, ખાસ કરીને ટિઅર 3/ગ્રામીણ બજારોમાં, જ્યાં હજુ પણ વીજકાપ જોવા મળે છે અને ઘરમાં એક જ ટીવી છે.”

મુખ્ય તારણો:

·         કુટુંબોના સંપૂર્ણ ઘરગથ્થું ખર્ચમાં 56 ટકાનો વધારો થયો છે, જે ગયા મહિના જેટલો છે.

·         પર્સનલ અને હાઉસહોલ્ડ કેર જેવી આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ 45 ટકા છે. નેટ સ્કોર લગભગ ગયા મહિના જેટલો +20 છે.

·         19 ટકા પરિવારોના એસી, કાર, રેફ્રિજરેટર જેવી બિનજરૂરી અને વિવેકાધિન ઉત્પાદનો પર ખર્ચ વધ્યો છે. આ વધારો ઉત્તર અને પૂર્વમાં સૌથી વધુ છે, તો દક્ષિણમાં ફક્ત 8 ટકા છે. આ વધારો હજુ પણ અગાઉના મહિનાથી 2 ટકાનો ઘટાડો દર્શાવે છે, જે 21 ટકા હતો. આ માટે 20 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબરનો શ્રાદ્ધ ગાળો જવાબદાર હોઈ શકે છે, જેમાં ઊંચા મૂલ્યની ખરીદી મોકૂફ રાખવામાં આવે છે. બિનજરૂરી ચીજવસ્તુઓ માટે સપ્ટેમ્બરનો નેટ સ્કોર +7 છે.

·         સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ પરિબળ તરીકે જળવાઈ રહ્યું છે, જેમાં 44 ટકા પરિવારો માટે સ્વાસ્થ્ય સાથે સંબંધિત ચીજવસ્તુઓ પરના ઉપભોગમાં વધારો થયો છે, તો 19 ટકા પરિવારોમાં ઘટાડો થયો છે. હેલ્થસ્કોર નેગેટિવ કોનોટેશન ધરાવે છે એટલે કે સ્વાસ્થ્ય સંબંધિત ચીજવસ્તુઓ પર ઓછો ખર્ચ સારું સેન્ટિમેન્ટ સૂચવે છે. આ નેટ સ્કોરનું મૂલ્ય -25 છે.

·         26 ટકા પરિવાર માટે મીડિયાના ઉપભોગમાં વધારો થયો છે, જેમાં ગયા મહિને 1 ટકાનો વધારો થયો છે અને કન્ઝ્યુમ્પ્શન એકસરખું 48 ટકા જળવાઈ રહ્યું છે. ગયા મહિનામાં નેટ સ્કોર -3 હતો, જે સુધરીને આ મહિને બેઝ મૂલ્ય 0 થયું છે.

·         છેલ્લાં ત્રણ મહિનામાં મોબિલિટી નેટ સ્કોરમાં સતત સુધારો રેકોર્ડ થયો છે, જે પૂર્વવત્ સ્થિતિ તરફ સતત પુનરાગમન સૂચવે છે. મોબિલિટીની દ્રષ્ટિએ 88 ટકા પરિવારોએ જણાવ્યું કે, તેઓ ટૂંકા વેકેશન/મોલ/રેસ્ટોરાં પર એકસમાન કે વધારે ખર્ચ કરશે. સંપૂર્ણ મોબિલિટી સ્કોર -5 છે, જે ગયા મહિનાના -8ની સરખામણીમાં સુધારો છે. આ બહારની પ્રવૃત્તિઓ હાથ ધરવાની દ્રષ્ટિએ લોકોના સેન્ટિમેન્ટમાં થોડો સુધારો સૂચવે છે.

હાલ રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર:

·         જ્યારે દશેરા/દિવાળી માટે ખરીદની યોજના પર પૂછવામાં આવ્યું હતું, ત્યારે 46 ટકા પરિવારોએ જણાવ્યું હતું કે, તેઓ વસ્ત્રોની ખરીદી કરશે, તો ફક્ત 11 ટકાએ 4-વ્હીલર કે 2-વ્હીલરની ખરીદી કરશે એવું જણાવ્યું હતું. 88 ટકાથી વધારે પરિવારોએ આ તહેવારની સિઝનમાં વ્હાઇટ ગૂડ્સ

(એસી, ટીવી, વોશિંગ મશીન કે રેફ્રિજરેટર) કે જ્વેલરીની ખરીદીમાં રસ હોવાનો ઇનકાર કર્યો હતો. ઉપરાંત 92 ટકાએ ઘર, પ્લોટ કે વાણિજ્યિક પ્રોપર્ટી ખરીદવનામાં નેગેટિવ સેન્ટિમેન્ટ દર્શાવ્યું હતું. મહિના માટે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ પણ સૂચવે છે કે, 76 ટકા પરિવારો આ ખરીદીઓ કરવા માટે તેમની અંગત બચતનો ઉપયોગ કરશે,

તો ફક્ત 21 ટકાએ બેંક કે નાણાકીય કંપનીઓમાંથી લોન લેવાનું પસંદ કરશે એવું જણાવ્યું હતું.  આ સંકેત આપે છે કે, જ્યારે તહેવારની આ સિઝનમાં ખરીદીનો ઉત્સાહ મધ્યમ રહેશે, ત્યારે ખરીદીની રકમ પ્રમાણમાં હજુ નાની રહેશે, જે પોતાની અંગત બચતને નુકસાન થયા વિના સાવચેતીપૂર્વકના ખર્ચના અભિગમને વ્યક્ત કરે છે.

·         ઓનલાઇન ખરીદીના અભિગમની દ્રષ્ટિએ 33 ટકા લેપ્ટોપ, મોબાઇલ વગેરે ઇલેક્ટ્રોનિક્સની ઓનલાઇન ખરીદી કરશે, તો 90 ટકા ઉપભોક્તાઓએ જ્વેલરી અને 92 ટકા ઉપભોક્તાઓએ કરિયાણાની ચીજવસ્તુઓ (ફ્રેશ ફૂડ, ચોખા, તેલ અને માંસ) જેવી ઊંચું મૂલ્ય ધરાવતી ચીજવસ્તુઓની ખરીદી હજુ પણ ફિઝિકલી કરે છે એવી જાણકારી આપી હતી. ઉપરાંત બેંકિંગ અને રોકાણનો અભિગમ ઓફલાઇન અને ઓનલાઇન એમ બંનેનો સમન્વય સૂચવે છે, જે 19 ટકા છે.

·         40 ટકા ભારતીયોએ ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ ઓછામાં ઓછી એક વાર આઇપીએલની મેચ જુએ છે. જ્યારે તેઓ આઇપીએલની બાકીની સિઝન ક્યાં જોશે એવું પૂછતાં, 31 ટકાએ ઓનલાઇન જોશે એવી જાણકારી આપી હતી. રસપ્રદ બાબત એ છે કે, ગ્રામીણ ભારતમાં ઓનલાઇન આઇપીએલ જોનાર દર્શકોની ટકાવારી વધારે છે.

કોવિડ પછીના ગાળામાં ઉપભોક્તા ચુકવણીના અભિગમમાં પરિવર્તન સૂચવે છે કે, 27 ટકાએ જણાવ્યું છે કે, તેમના યુપીઆઈ/વોલેટ પેમેન્ટ (પેટીએમ/ફોનપે, ગૂગલપ્લે)ના વપરાશમાં વધારો સૂચવે છે, ત્યારે 49 ટકા હજુ પણ ઓનલાઇન વ્યવહારના માધ્યમોનો ઉપયોગ કરતા નથી. રસપ્રદ બાબત એ છે કે, ઉત્તરદાતાઓના વયમાં વધારા સાથે યુપીઆઈ પેમેન્ટમાં તબક્કાવાર રીતે વધારો થયો છે. આ વધારો 18થી 25 વર્ષની વયજૂથમાં સૌથી વધુ 36 ટકા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.