22 વર્ષો પછી પણ “ગદર”ની અમિષા પટેલ એટલી જ હોટ છે
૨૨ વર્ષ પછી, તારા સિંહ તેની લેડી લવ સકીના સાથે “ગદર ૨” સાથે મોટા પડદા પર પરત ફરી રહ્યો છે
મુંબઈ, આજકાલ બોલીવુડની ઘણી મોટી ફિલ્મોને લઇને જબરજસ્ત ચર્ચાઓ ચાલી રહી છે. ઘણી ફિલ્મોનું શુટિંગ ચાલી રહ્યું છે તો કેટલીક રીલિઝ માટે તૈયાર છે. તેવામાં હાલમાં સની દેઓલ અને અમીષા પટેલની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ગદર ૨ જબરજસ્ત ચર્ચામાં આવી ગઇ છે.
હાલમાં જ આ ફિલ્મથી ‘તારા સિંહ’ના રોલમાં સની દેઓલનો લુક રિવિલ કરવામાં આવ્યો છે. આ ફિલ્મના પહેલા પોસ્ટર સાથે રિલીઝ ડેટનું એલાન પણ કરવામાં આવ્યું છે. આ પોસ્ટ પર બાદ ‘સકીના’ એટલે કે અમીષા પટેલનો ફર્સ્ટ લુક પણ લીક થઇ ગયો છે.
View this post on Instagram
હકીકતમાં હાલમાં જ અમીષા પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તાબડતોબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં અમીષા ઓરેન્જ કલરની ચુનરી અને રેટ્રો હેરસ્ટાઇલમાં જાેવા મળી રહી છે. અમીષા કેમેરા તરફ જાેઇને હાઇ કરી રહી છે અને તેની પાછળ સની દેઓલ પણ બેઠેલો જાેવા મળી રહ્યો છે.
આ વીડિયોમાં અમીષાને જાેઇને લોકો કહી રહ્યાં છે કે ૨૧ વર્ષ બાદ પણ અમીષાનો લુક બિલકુલ નથી બદલાયો અને તે એટલી જ ખૂબસૂરત લાગી રહી છે. ૨૨ વર્ષ પછી, તારા સિંહ તેની લેડી લવ સકીના સાથે ગદર ૨ સાથે મોટા પડદા પર પરત ફરી રહ્યો છે.
View this post on Instagram
ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં સની દેઓલ ફરી એકવાર એંગ્રી યંગ મેનના અવતારમાં જાેવા મળી રહ્યો છે. ગદર ૨નું પહેલુ પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યું છે. જેમાં સની દેઓલ હાથમાં હથોડો લઇને ગુસ્સા વાળા લુકમાં જાેવા મળી રહી છે.
View this post on Instagram
આ પોસ્ટર સાથે જૂનો ડાયલોગ પણ જાેવા મળી રહ્યો છે, ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ, ઝિંદાબાદ થા ઔર ઝિંદાબાદ રહેગા’. ફિલ્મનું પોસ્ટર રિવિલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. જે દર્શાવે છે કે દર્શકો તારા સિંહ અને સકીનાને ફરી એકવાર સાથે જાેવા માટે ખૂબ જ એક્સાઇટેડ છે. આ ફિલ્મ આ જ વર્ષે ૧૧ ઓગસ્ટે રિલિઝ થશે.
અનિલ શર્માની ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’ વર્ષ ૨૦૦૧માં રિલિઝ થઇ હતી. ૨૨ વર્ષ બાદ આવી રહી છે ‘ગદર’ની સીક્વલ ‘ગદર ૨’ ૨૦૦૧માં રીલીઝ થયેલી ફિલ્મ ‘ગદર ઃ એક પ્રેમ કથા’ની સીક્વલ છે. જે ૨૨ વર્ષ બાદ થિયેટર્સમાં આવી રહી છે. પહેલા પાર્ટની જેમ અનિલ શર્માએ બીજાે પાર્ટ પણ ડાયરેક્ટ કર્યો છે.
View this post on Instagram
જ્યારે અમીષા પટેલ આ વખતે પણ ફિલ્મનો હિસ્સો હશે. ‘ગદર’માં સની દેઓલનો પાકિસ્તાનમાં હેડપંપ ઉખાડીને દુશ્મનો સામે લડવાનો સીન ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો, જેના પર આજે પણ મીમ બને છે. તે ૨૦૦૧ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.
View this post on Instagram
ઘરેલૂ બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું કલેક્શન આશરે ૭૬.૮૮ કરોડ રૂપિયા હતુ. આ ફિલ્મ મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ. તે જ સમયે, હવે આ ફિલ્મનો બીજાે ભાગ આવવાનો છે, જેને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં જાેવા મળી રહ્યું છે.