‘ભૈયાજી’માં અમિતાભ બચ્ચન અને શત્રુÎન સિંહાની ઝલક જોવા મળશે
મુંબઈ, મનોજ બાજપેયીની કરિયરની ૧૦૦મી ફિલ્મ ભૈયાજી છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયીએ પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા માગતા ખૂંખાર હીરોનો રોલ કર્યો છે. ફિલ્મમાં ઉત્તર પ્રદેશનો માહોલ અને કેરેક્ટર્સ છે. આ ફિલ્મમાં લીડ કેરેક્ટર મનોજ બાજપેયીનું છે.
આ કેરેક્ટરમાં શત્રુÎન સિંહા અને અમિતાભ બચ્ચનની ઝલક જોવા મળશે, કારણ કે કેરેક્ટરને નિખારવા માટે મનોજ બાજપેયીએ પોતાના ફેવરિટ એક્ટર્સ પાસેથી પ્રેરણા લીધી હતી. મનોજ બાજપેયીની રીવેન્જ એક્શન ડ્રામા ‘ભૈયાજી’ન અપૂર્વ સિંગ કરકિએ ડાયરેક્ટ કરી છે.
અગાઉ તેઓ બાજપેયી સાથે ‘સિર્ફ એક બંદા કાફી હૈ’માં કામ કરી ચૂક્યા છે. મનોજ બાજપેયીએ તેમાં પોતાના ભાઈની હત્યાનો બદલો લેવાનો છે. મનોજે જણાવ્યું હતું કે, બાળપણમાં કમર્શિયલ ફિલ્મો જોતો હતો અને તે સમયના મોટાં સ્ટાર્સને જોઈને જ મોટો થયો છું.
શત્રુÎન સિંહા, વિનોદ ખન્ના અને અમિતાભ બચ્ચન જેવા તે સમયના તમામ સ્ટાર્સ મારી ઈન્સ્પિરેશન છે. ઓન સ્ક્રિન કેરેક્ટરને વધારે સારું બતાવવા માટે અજાણતાં પણ તેમની નકલ કરી છે. દરેકને ભૈયાજી પસંદ આવે તે માટે વીતેલા જમાનાના સ્ટાર્સ પાસેથી પ્રેરણા લીધી હતી.
કમર્શિયલ મસાલા ફિલ્મમાં આઈટમ સોન્ગ રાખવામાં આવે છે. ‘ભૈયાજી’ કમર્શિયલ ફિલ્મ હોવા છતાં આઈટમ સોન્ગ રખાયું નથી. ફિલ્મમાં મહિલા પાત્રોને પણ સશક્ત રીતે રજૂ કરાયા હોવાનો મનોજ બાજપેયીનો દાવો છે. તેમણે જણાવ્યુ હતું કે, નવો ચીલો ચાતરવાન પ્રયાસ કરી રહ્યા છીએ. મેઈન સ્ટ્રીમ સિનેમામાં મહિલા પાસે ખાસ કંઈ રોલ હોતો નથી. જો કે આ ફિલ્મની મહિલાઓ પણ ભૈયાજી જેવી મજબૂત છે.
પરંપરગત હીરો અને હીરોઈન આ ફિલ્મમાં નથી. ૫૫ વર્ષના મનોજ બાજપેયીએ ૩૦ વર્ષની કરિયરમાં ૧૦૦ ફિલ્મ કરી છે. પોતાની ફિલ્મી સફર અંગે મનોજે જણાવ્યું હતું કે, કરિયરમાં કેટલી ફિલ્મો થઈ તેનો હિસાબ રાખ્યો નથી. પરંતુ ભૈયાજી સાથે ૧૦૦મી ફિલ્મની ઉજવણી થઈ રહી છે.SS1MS